મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

INDvsNZ: જોફ્રા આર્ચરે 10 વર્ષ પહેલા જ કરી હતી ભારતને લઈને આગાહી, હવે ટ્વિટ થયું વાયરલ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં પહેલી ટેસ્ટ રમાઈ રહી છે. આ ટેસ્ટના પહેલ

INDvsNZ: જોફ્રા આર્ચરે 10 વર્ષ પહેલા જ કરી હતી ભારતને લઈને આગાહી, હવે ટ્વિટ થયું વાયરલ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં પહેલી ટેસ્ટ રમાઈ રહી છે. આ ટેસ્ટના પહેલા દિવસની રમત વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, પરંતુ કિવી બોલરોએ બીજા દિવસે તબાહી મચાવી દીધી હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ માત્ર 46 રન બનાવ્યા હતા. ભારતનો તેની ધરતી પર ટેસ્ટ મેચોમાં આ સૌથી ઓછો સ્કોર છે. ન્યૂઝીલેન્ડ તરફથી હેનરીએ મેચમાં સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. આ સિવાય વિલિયમ ઓરુકેને 4 સફળતા મળી. જ્યારે ટિમ સાઉથીએ 1 વિકેટ લીધી હતી.

જોફ્રા આર્ચરે લગભગ 10 વર્ષ પહેલા કરી હતી ભવિષ્યવાણી

હવે ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનું લગભગ 10 વર્ષ જૂનું ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે જોફ્રા આર્ચરે લગભગ 10 વર્ષ પહેલા ભારતના સૌથી ઓછા ટેસ્ટ સ્કોરની આગાહી કરી હતી. જોફ્રા આર્ચરે 21 નવેમ્બર 2014ના રોજ ટ્વિટ કર્યું હતું. આ ફાસ્ટ બોલરે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, ભારતનો ન્યૂનતમ ટેસ્ટ સ્કોર ઘરની ધરતી પર માત્ર 46 રન હશે. આજે લગભગ 10 વર્ષ પછી જોફ્રા આર્ચરની વાત સાચી સાબિત થઈ છે. ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમ માત્ર 46 રનમાં સમેટાઈ ગઈ હતી. હવે જોફ્રા આર્ચરની જૂની ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં પહેલી ટેસ્ટ રમાઈ રહી છે. આ ટેસ્ટના પહેલા દિવસની રમત વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, પરંતુ બીજા દિવસે ભારતીય બેટ્સમેનોએ કિવી બોલરો સામે શરણાગતિ સ્વીકારી હતી. ભારતની પહેલી ઈનિંગ માત્ર 46 રનમાં સમેટાઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી હેનરીએ મેચમાં સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. આ સિવાય વિલિયમ ઓરુકેને 4 સફળતા મળી. ભારતના 5 બેટ્સમેન શૂન્ય પર પેવેલિયન પરત ફર્યા હતા. જ્યારે ટીમ ઈન્ડિયાના 10 ખેલાડીઓ ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા નહોતા.

આ સમાચાર શેર કરો