મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS: એડિલેડ વનડે માટે ટીમમાં ખેલાડી બદલી શકે છે ગિલ, આ અનુભવીની થશે એન્ટ્રી

ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાં 7 વિકેટથી હાર

IND vs AUS: એડિલેડ વનડે માટે ટીમમાં ખેલાડી બદલી શકે છે ગિલ, આ અનુભવીની થશે એન્ટ્રી

ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાં 7 વિકેટથી હાર મળી હતી. હવે, ભારતીય ટીમ આ 3 ODI મેચ સિરીઝમાં વાપસી કરવા ઈચ્છે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે 23 ઓક્ટોબર, ગુરુવારના રોજ એડિલેડ ઓવલ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 9:00 વાગ્યે શરૂ થશે. ત્યારે આ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમમાં ફેરફાર થશે, એ સ્વાભાવિક છે.

ભારતીય ટીમમાં આ પ્લેયર સામેલ થઈ શકે

એડિલેડ વનડે માટે કેપ્ટન શુભમન ગિલ પ્લેઇંગ ઇલેવનમાં નોંધપાત્ર ફેરફાર કરી શકે છે. ચાઇનામેન બોલર કુલદીપ યાદવ, જે અગાઉ વનડેમાંથી બહાર હતો, તેને તક મળી શકે છે. જો કુલદીપ આ મેચ રમે, તો વોશિંગ્ટન સુંદર અથવા નીતિશ કુમાર રેડ્ડીને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરી શકાય છે. જોકે, સુંદરને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવે તેવી શક્યતા વધુ છે.

ઓસ્ટ્રેલિયાની ટીમમાં થઈ શકે છે આ ફેરફાર

ઓસ્ટ્રેલિયન ટીમ આ મેચ માટે ચોક્કસપણે ઓછામાં ઓછા બે ફેરફાર કરશે. સ્પિનર ​​એડમ ઝામ્પા અને વિકેટકીપર એલેક્સ કેરીનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવશે. બંને પ્રથમ વનડે માટે ટીમનો ભાગ નહોતા. હવે, તેઓ બાકીની બે વનડે માટે ટીમમાં પાછા ફર્યા છે.

એલેક્સ કેરીની વાપસી સાથે, જોશ ફિલિપ અથવા મેથ્યુ રેનશોને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવી શકે છે. એડમ ઝામ્પા મેથ્યુ કુહનેમેનનું સ્થાન લેશે. કુહનેમેનને ટીમમાંથી રિલીવ કરાયા છે અને તે પાંચ મેચની T20 સિરિઝ માટે વાપસી કરશે. બેન દ્વારશુઇસ પણ પગની ઇજાને કારણે ODI સિરિઝમાંથી બહાર થઈ ગયો છે.

બીજી વનડે માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.

બીજી વનડે માટે ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન

મિશેલ માર્શ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, મેથ્યુ શોર્ટ, મેથ્યુ રેનશો, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ ઓવેન, કૂપર કોનોલી, મિશેલ સ્ટાર્ક, નાથન એલિસ, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ.

આ સમાચાર શેર કરો