Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Mohsin Naqvi's statement came out after BCCI's warning, know what he said

BCCIની ચેતવણી બાદ મોહસીન નકવીનું નિવેદન સામે આવ્યું, જાણો શું કહ્યું

Timeછેલ્લું અપડેટ : 21 Oct 2025
લાઇવ ટીવીGoogle News
BCCIની ચેતવણી બાદ મોહસીન નકવીનું નિવેદન સામે આવ્યું, જાણો શું કહ્યું
સોર્સ : GSTV

એશિયા કપ 2025ની ચેમ્પિયન ટીમ ઈન્ડિયાને હજી સુધી ટ્રોફી સોંપવામાં આવી નથી. જેના કારણે BCCI અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પાકિસ્તાની અધ્યક્ષ મોહસીન નકવી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ BCCIએ આ ટ્રોફી બાબતે નક્વીને ચેતવણી આપતો ઈમેઈલ મોકલવાના સમાચાર હતા, જે બાદ નક્વીનું નિવેદન સામે આવ્યું છે. 

App Store

આ હતો નક્વીનો જવાબ

મોહસીન નકવી એ વાત પર અડગ છે કે BCCIના કોઈ પ્રતિનિધિ દુબઈ સ્થિત ACC મુખ્યાલય આવીને ટ્રોફી લઈ જાય. BCCIએ નકવીના આ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે તે ICCની આગામી બેઠકમાં આ મુદ્દો ઉઠાવશે. એશિયા કપ 2025માં એવોર્ડ સન્માન સમારોહ વિવાદ અંગે 30 સપ્ટેમ્બરના BCCIના પત્રનો જવાબ આપતા નકવીએ કહ્યું, 'એવોર્ડ સેરેમની પહેલા, ભારતીય ટીમે જાહેરાત કરી કે તેઓ તેમની પાસેથી ટ્રોફી સ્વીકારશે નહીં, આના કારણે 40 મિનિટનો વિલંબ થયો. એશિયા કપ ટ્રોફી ભારતીય ટીમની જ છે, અને કોઈપણ BCCI અધિકારી કે તેના પ્રતિનિધિએ દુબઈ આવીને એશિયન ક્રિકેટ કાઉન્સિલના મુખ્યાલયમાંથી તેને કલ્કેટ કરવી જોઈએ.'