IND vs AUS 2nd test / બીજી ઈનિંગમાં 175માં સમેટાઈ ટીમ ઈન્ડિયા, ઓસ્ટ્રેલિયાને મળ્યો માત્ર 19 રનનો ટાર્ગેટ
એડિલેડ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગ 175ના સ્કોર પર સમેટાઈ હતી, હવે ઓસ્ટ્રેલિયાની ટીમને આ મેચ જીત

એડિલેડ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગ 175ના સ્કોર પર સમેટાઈ હતી, હવે ઓસ્ટ્રેલિયાની ટીમને આ મેચ જીતવા માટે 19 રનનો ટાર્ગેટ મળ્યો છે. ટીમ ઈન્ડિયા માટે આ ઈનિંગમાં સૌથી વધુ 42 રન નીતિશ રેડ્ડીના બેટથી જોવા મળ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી બોલિંગ કરતા પેટ કમિન્સે 5, સ્કોટ બોલેન્ડે 3 અને સ્ટાર્કે 2 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો: ક્રિકેટ કિટ ઓસ્ટ્રેલિયા પહોંચી, પણ ભારતીય ખેલાડી નહીં, જાણો શું છે સમગ્ર મામલો?
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 157 રનની લીડ લીધી હોવાથી મેચ જીતવા માટે કાંગારૂ ટીમને હવે માત્ર 19 રન બનાવવા પડશે. યુવા ખેલાડી નીતિશ કુમાર રેડ્ડી ફરી એકવાર ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી હતો. તેણે જ ટીમ ઈન્ડિયાને ઈનિંગની હારમાંથી બચાવી હતી, પરંતુ તે પોતાની ઈનિંગને 42 રનથી આગળ ન લઈ જઈ શક્યો.
ટીમ ઈન્ડિયા ત્રીજા દિવસે 5 વિકેટના નુકસાન પર 128ના સ્કોર સાથે પોતાની બીજી ઈનિંગ આગળ વધારી હતી. ત્રીજા દિવસની પહેલી જ ઓવરમાં રિષભ પંતે પોતાની વિકેટ ગુમાવી. નીતિશ રેડ્ડી એક છેડેથી મક્કમ રહ્યો પરંતુ ભારતીય ઈનિંગને મોટા સ્કોર સુધી ન લઈ જઈ શક્યો. જો કાંગારૂ ટીમ જીતશે તો એડિલેડમાં પિંક-બોલ ટેસ્ટ મેચોમાં તેની જીતનો સિલસિલો ચાલુ રહેશે. ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં અત્યાર સુધીમાં 7 પિંક બોલ ટેસ્ટ રમી છે અને દરેક વખતે તે જીત્યું છે.






