IND vs AUS / બુમરાહ મેચમાંથી બહાર થઈ ગયો તો શું થશે? જાણો સબસ્ટીટ્યુટનો નિયમ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ સિડનીમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ માટે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ સિડનીમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ માટે રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહ્યો છે. જસપ્રીત બુમરાહ મેચના બીજા દિવસે ઈજાગ્રસ્ત થયો હતો. બુમરાહ દિવસના બીજા સેશનમાં મેદાનની બહાર ગયો હતો. તે પ્રથમ સેશનની સમાપ્તિ પછી મેદાનમાં આવ્યો હતો અને પછી એક ઓવર નાખ્યા બાદ મેદાન છોડીને બહાર નીકળી ગયો હતો.
આ પણ વાંચો: ટૂર્નામેન્ટની વચ્ચે જ ભારતીય ખેલાડીએ કરી સંન્યાસની જાહેરાત, કહ્યું- 'મારો સમય પૂરો...'
વિરાટ કોહલી કેપ્ટનશિપ કરી રહ્યો છે
જો રિપોર્ટ્સનું માનીએ તો બુમરાહને સ્કેનીંગ માટે લઈ ગયા છે. બુમરાહની ગેરહાજરીમાં વિરાટ કોહલી કેપ્ટનશિપ કરતો જોવા મળ્યો હતો. સિરીઝમાં બુમરાહનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેની કેપ્ટનશિપમાં જ ભારતે સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ પણ જીતી હતી. આવી સ્થિતિમાં ફેન્સ અને ટીમ મેનેજમેન્ટ બંને પ્રાર્થના કરી રહ્યા છે કે બુમરાહની ઈજા ગંભીર ન હોય.
નિયમ શું કહે છે?
બુમરાહ ઈજાના કારણે છેલ્લી ટેસ્ટમાંથી બહાર રહેશે તો શું થશે? શું ટીમ ઈન્ડિયાને બુમરાહની જગ્યાએ સબસ્ટીટ્યુટ મળશે? એટલું જ નહીં, શું આ સબસ્ટીટ્યુટને બોલિંગ અને બેટિંગ કરવાની તક મળશે? તો ચાલો જાણીએ કે સબસ્ટીટ્યુટનો નિયમ શું કહે છે.
સબસ્ટીટ્યુટ ખેલાડીઓ માટેના ક્રિકેટના નિયમો ખેલાડીઓની સલામતી જાળવી રાખીને ન્યાયી રમતની ખાતરી કરવા માટે બનાવવામાં આવ્યા છે. જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે, તો સબસ્ટીટ્યુટ મેદાનમાં તેનું સ્થાન લઈ શકે છે. જોકે, સબસ્ટીટ્યુટ ખેલાડી વિપક્ષી કેપ્ટનની સંમતિ વિના બોલિંગ, બેટિંગ કે કેપ્ટનશિપ નથી કરી શકતો.
આ સ્થિતિમાં મળે છે રિપ્લેસમેન્ટ
ઈજાગ્રસ્ત ખેલાડીઓએ બોલિંગ અથવા બેટિંગ ફરી શરૂ કરતા પહેલા તેમના આરામના સમયગાળાના સમાન સમયગાળા માટે મેદાનની બહાર રહેવું પડશે. ICC મેચ રેફરી દ્વારા લાડવામાં આવેલી શરતો સાથે, કંકશન ઈંજરીના કિસ્સામાં "લાઈક-ટુ-લાઈક" (બોલર-બોલર, બેટ્સમેન-બેટ્સમેન) રિપ્લેસમેન્ટની મંજૂરી આપે છે. આ નિયમો ખેલાડીઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી વખતે ટીમોને વ્યૂહાત્મક લાભ માટે ઈજાઓનો ફાયદો લેતા અટકાવે છે.








