Women's T20 World Cup 2024: ચેમ્પિયન ટીમો પર વરસશે રૂપિયાનો વરસાદ, ગત વર્લ્ડ કપની સરખામણીમાં ડબલ હશે પ્રાઇઝ મની
ICCએ મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. ICC મહિલા T20 વર્લ્ડ કપ

ICCએ મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે ઈનામી રકમની જાહેરાત કરી છે. ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 આગામી 3 ઓક્ટોબરથી UAEમાં શરૂ થવાનો છે. અગાઉ આ મહત્ત્વની ટૂર્નામેન્ટનું આયોજન બાંગ્લાદેશમાં થવાનું હતું, પરંતુ ત્યાંની રાજકીય અસ્થિરતા બાદ થઈ રહેલા વિરોધને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ટૂર્નામેન્ટ UAEમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. ICC મેચો હવે શારજાહ અને દુબઈના મેદાન પર રમાશે.
ICCએ ઈનામની રકમ કરી જાહેરાત
ICCએ 2024 T20 વર્લ્ડ કપ એડિશન માટે ગત વર્લ્ડ કપની સરખામણીમાં ઈનામી રકમમાં વધારો કર્યો છે. ICCએ 2024 મહિલા T20 વર્લ્ડ કપ માટે ઈનામની રકમ વધારીને $7,958,080 કરી છે, જે 2023ની આવૃત્તિ કરતા બમણી છે. ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024ની વિજેતાને $2.34 મિલિયન મળશે, જે 2023માં ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને ચૂકવવામાં આવેલા $1 મિલિયન કરતાં 134% વધુ છે. જ્યારે મહિલા ટી-20 વર્લ્ડ કપ 2024ની રનર અપ ટીમ પર પણ ઘણા પૈસાનો મળશે. ઉપવિજેતા ટીમની ઈનામી રકમમાં પણ ગયા વિશ્વ કપની સરખામણીમાં 134%નો વધારો થયો છે, જે મુજબ તેમને આગામી આવૃત્તિમાં $1.17 મિલિયનની રકમ આપવામાં આવશે. સેમિફાઇનામાં હારનારી બે ટીમોને $6,75,000 મળશે, જે તેમના 2023ની રકમ કરતા ત્રણ ગણા વધુ છે.
T20 મહિલા વર્લ્ડ કપમાં 10 ટીમો લઈ રહી છે ભાગ
આ વખતે મહિલા T20 વર્લ્ડ કપ 2024માં 10 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં 5-5 ટીમોના બે ગ્રૂપ બનાવવામાં આવ્યા છે. ગ્રૂપ Aમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની મહિલા ટીમ છે. જ્યારે ગ્રૂપ-Bમાં બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમો સામેલ છે. ગ્રૂપ સ્ટેજની છેલ્લી મેચ 15 ઓક્ટોબરે રમાશે, જ્યારે બંને ગ્રૂપની ટોપ-2 ટીમો સેમિફાઇનલ માટે પોતાનું સ્થાન સીધું જ સુરક્ષિત કરશે. 17 અને 18 ઓક્ટોબરે શારજાહના મેદાન પર સેમિફાઈનલ મેચો રમાશે જ્યારે ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 20 ઓક્ટોબરે રમાશે.






