ન્યૂઝીલેન્ડ 205 રન પર ઑલઆઉટ, ભારતીય ટીમનો 44 રને ભવ્ય વિજય
ICC Champions Trophy 2025 Indian team wins by 44 runs against New Zealand | ICC Champions Trophy 2025 : દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ICC ચેમ્પિયન

ICC Champions Trophy 2025 : દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ની ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી હતી. જેમાં ભારતીય ટીમની 44 રનથી શાનદાર જીત થઈ છે. ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 249 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 250 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 45.3 ઓવરમાં માત્ર 205 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ. વરૂણ ચક્રવર્તીએ પાંચ વિકેટ ઝડપી હતી.
જોકે, બંને ટીમો પહેલા જ સેમિફાઈનલમાં પહોંચી ચૂકી છે. હવે આ મેચની વિજેતા ટીમ ભારતનો સામનો સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સાથે થશે. જ્યારે હારનારી ટીમ ન્યૂઝીલેન્ડ સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાનો સામનો કરશે.
ન્યૂઝીલેન્ડની ઇનિંગ
ટાર્ગેટનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની શરૂઆત સારી ન રહી. તેણે રચિન રવીન્દ્રની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી. રવીન્દ્ર (6)ને હાર્દિક પંડ્યાએ અક્ષર પટેલના હાથે કેચ આઉટ કરાવ્યો. ત્યારબાદ બીજા ઓપનર વિલ યંગ (22) પણ વરૂણ ચક્રવર્તીના બોલ પર બોલ્ડ થઈ ગયો. તેનાથી ન્યૂઝીલેન્ડનો સ્કોર 2 વિકેટ પર 49 રન થઈ ગયો. અહીંથી ધૂરંધર બેટ્સમેન કેન વિલિયમસન અને ડેરિલ મિચેલે મળીને ત્રીજી વિકેટ માટે 44 રનની પાર્ટનરશિપ કરી.
ડેરની મિચેલની ઈનિંગનો અંત ચાઈનામેન કુલદીપ યાદવે કર્યો. પછી રવિન્દ્ર જાડેજાએ ટૉમ લેથમ (14)ને એલબીડબ્લ્યૂએ આઉટ કરીને ભારતીય ટીમને ચોથી સફળતા અપાવી. જ્યારે 36 ઓવરમાં 151 રન પર ન્યૂઝીલેન્ડની પાંચ વિકેટ પડી હતી. ગ્લેન ફિલિપ્સને (12) વરૂણ ચક્રવર્તીએ એલબીડબ્લ્યૂ કર્યો. ત્યારબાદ ન્યૂઝીલેન્ડની ટીમ 159 રન પર પહોંચતા જ પોતાની છઠ્ઠી વિકેટ ગુમાવી બેઠી. માઇકલ બ્રેસવેલ ત્રણ બોલમાં બે રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ અક્ષર પટેલના બોલ પર કેન વિલિયમસન(81) પણ આઉટ થઈ ગયો. ત્યારબાદ વરૂણ ચક્રવર્તીએ મેચ હેનરીને પણ આઉટ કરી દીધો. તેમની આ પાંચમી વિકેટ રહી. આ રીતે વરૂણ ચક્રવર્તી ચેમ્પિયન્સ ટ્રૉફીની મેચમાં પાંચ વિકેટ લેનારા ત્રીજો ભારતીય ખેલાડી બની ગયો છે.
ભારતની ઈનિંગ
| ખેલાડીનું નામ | રન |
| રોહિત શર્મા | 15 |
| શુભમન ગિલ | 2 |
| વિરાટ કોહલી | 11 |
| શ્રેયસ અય્યર | 79 |
| અક્ષર પટેલ | 42 |
| K L રાહુલ | 23 |
| હાર્દિક પંડ્યા | 45 |
| રવીન્દ્ર જાડેજા | 16 |
| મોહમ્મદ શમી | 5 |
| કુલદીપ યાદવ | 1 |
ન્યૂઝીલેન્ડને 250 રનનો ટાર્ગેટ, મેટ હેન્રીએ ઈતિહાસ રચ્યો
ન્યૂઝીલેન્ડે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં પ્રથમ પાવરપ્લેમાં જ ભારતે ત્રણ વિકેટ ગુમાવી હતી. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, શ્રેયસ અય્યરે બાજી સંભાળતાં ટીમ ઈન્ડિયા 50 ઓવરમાં 249 રન બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડે જીત માટે હવે 250 રન બનાવવા પડશે.આ મેચમાં મેટ હેન્રીએ પાંચ વિકેટ ખેરવી ઈતિહાસ રચ્યો છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં મેટ પહેલો ખેલાડી છે જેણે ભારત વિરુદ્ધ એક જ મેચમાં પાંચ વિકેટો લીધી હોય.
હાર્દિક પંડ્યાએ બાજી સંભાળી
ટીમ ઈન્ડિયાના 200 રન બનાવવા પણ મુશ્કેલ લાગી રહ્યું હતું, એવામાં હાર્દિક પંડ્યાએ બાજી સંભાળી ટીમ ઈન્ડિયાને 246 રન સુધી પહોંચાડી હતી. જો કે, હાર્દિક પંડ્યા કેચઆઉટ થતાં ચાહકો નિરાશ થયા હતાં. હાર્દિક પંડ્યાએ 45 બોલમાં 45 રન માર્યા હતાં. હેનરીએ પંડ્યાની વિકેટ સાથે 40 બોલમાં ચાર વિકેટ ઝડપી છે.
ન્યૂઝીલેન્ડના હેનરીની ધુઆંધાર બોલિંગ
ટીમ ઈન્ડિયા સામે ન્યૂઝીલેન્ડના સ્ટાર બોલર મેટ હેનરીએ ધુઆંધાર બોલિંગ કરી છે. આક્રમક બોલિંગથી તેણે છ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી છે. જેમાં ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને શુભમન ગિલ સામેલ છે. આ સિવયા ઓ'રૂક, રચિન રવિન્દ્રા, જેમિસન, મિશેલ સેન્ટનરે એક-એક વિકેટ ઝડપી છે.
ભારતે સાત વિકેટ ગુમાવી
ન્યૂઝીલેન્ડ સામે ભારતીય બેટર્સનો નબળો દેખાવ રહ્યો છે. ગુજ્જુ ખેલાડી રવિન્દ્ર જાડેજા પણ 20 બોલમાં 16 રન બનાવી કેચઆઉટ થયો હતો. હાર્દિક પંડ્યા 30 બોલમાં 27 રન સાથે અણનમ છે. આ સાથે ભારતે કુલ સાત વિકેટ ગુમાવી 223 રન બનાવ્યા છે. હજી ચાર ઓવર બાકી છે.
ભારતની 182 રને છ વિકેટ
ટીમ ઈન્ડિયાના બેટર્સ ન્યૂઝીલેન્ડ સામે કંઈ ખાસ કરતબ બતાવી શક્યા નથી. કે.એલ. રાહુલ 29 બોલમાં 23 રન બનાવી આઉટ થયો હતો. હવે પીચ પર બે ગુજરાતી હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા ઉતર્યા છે. ટીમ ઈન્ડિયાએ છ વિકેટમાં 183 રન બનાવ્યા છે.
ન્યૂઝીલેન્ડને મોટી સફળતા, અય્યર 79 રને આઉટ
ટીમ ઈન્ડિયાની ખરાબ બેટિંગથી શરૂઆત બાદ શ્રૈયસ અય્યરે ન્યૂઝીલેન્ડ પર સતત પ્રેશર બનાવી રહ્યો હતો. તેણે 98 બોલમાં 79 રન બનાવ્યા હતાં. જો કે, વિલ ઓ'રોર્કની બોલિંગમાં અય્યર સિક્સ મારવા ગયો હતો, ત્યાં વિલ યંગે કેચઆઉટ કર્યો હતો. અય્યરની વિકેટથી ન્યૂઝીલેન્ડને મોટી સફળતા મળી છે. ભારતે હાલ 36.4 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 172 રન બનાવ્યા છે.
ન્યૂઝીલેન્ડને મોટી સફળતા, બાપુની વિકેટ ઝડપી
ટીમ ઈન્ડિયાની ધડાધડ ત્રણ વિકેટ બાદ ક્રિસ પર પ્રેશર બનાવનારી શ્રેયસ અય્યર અને અક્ષર પટેલની જોડી તૂટી છે. બંનેએ પાર્ટનરશિપમાં 98 રન બનાવ્યા હતાં. જો કે, રચિન રવિન્દ્રે અક્ષર પટેલની વિકેટ ઝડપી છે. અક્ષર પટેલ 61 બોલમાં 42 રન બનાવી કેચઆઉટ થયો છે.
અક્ષર-અય્યરે કમાન સંભાળી
પ્રથમ પાવરપ્લેમાં જ ત્રણ મહત્ત્વની વિકેટ ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના અક્ષર પટેલ અને શ્રેયસ અય્યર પીચ સંભાળી રહ્યા છે. તેઓએ પાર્ટનરશીપમાં 47 રન બનાવ્યા છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 78 રન બનાવ્યા છે.
ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટ ગુમાવી
ઓપનિંગ કરવા ઉતરેલા શુભમન ગિલ સાત બોલમાં માત્ર બે રન બનાવી શક્યો હતો. જેને મેટ હેનરીએ ક્લિન બોલ્ડ કર્યો હતો. રોહિત શર્મા પણ 17 બોલમાં 15 રન બનાવી આઉટ થયો હતો. પાકિસ્તાન સામે પ્લેયર ઓફ ધ મેચ રહેનારા વિરાટ કોહલી પણ 11 રનમાં કેચઆઉટ થયો છે.
ન્યૂઝીલેન્ડ ટોસ જીતી બોલિંગ કરવા નિર્ણય લીધો
મેચની શરૂઆતમાં ટીમ ઈન્ડિયાએે ન્યૂઝીલેન્ડ સામે ટોસ હાર્યો છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ પ્રથમ પાવરપ્લેમાં જ બે વિકેટ ગુમાવી છે. રોહિત શર્મા 15 રન, તો શુભમન ગિલ 2 રન બનાવી આઉટ થયો છે.
પ્લેઈંગ ઈલેવન ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી
પ્લેઈંગ ઈલેવન ટીમ ન્યૂઝીલેન્ડઃ વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમ્સન, ડેરિલ મિશેલ, ટોમ લૈથમ (વિકેટ કીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, કાઈલ જેમિસન, વિલિયમ ઓરૂર્કે








