મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ICC ટેસ્ટ અને વન ડે શ્રેણી માટે કરી શકે છે મોટા ફેરફાર, ગુલાબી બોલ ટેસ્ટ મેચ માટે આપ્યા આ સજેશન

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC ટૂંક સમયમાં ટેસ્ટ અને વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટને લઈને કેટલાક મોટા ફ

ICC ટેસ્ટ અને વન ડે શ્રેણી માટે કરી શકે છે મોટા ફેરફાર, ગુલાબી બોલ ટેસ્ટ મેચ માટે આપ્યા આ સજેશન

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC ટૂંક સમયમાં ટેસ્ટ અને વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટને લઈને કેટલાક મોટા ફેરફારો કરી શકે છે. ટેસ્ટ અને વન ડે ક્રિકેટને પ્રોત્સાહિત કરવા માટે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શ્રેણીમાં ઓછામાં ઓછી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી યોજવાનું આયોજન કરી રહ્યું છે. આ સિવાય વન ડે ક્રિકેટમાં 25 ઓવર માટે બે નવા બોલનો ઉપયોગ કરવો. બાકીની 25 ઓવર એક જ બોલથી ફેંકવી જેવા નિયમોમાં ફેરફાર મુદ્દે ચર્ચા ચાલી રહી છે. દુબઈમાં ICCની બોર્ડની યોજાયેલી બેઠકમાં મહિલા ક્રિકેટને લઈને ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી.

ICCની ક્રિકેટ સમિતિને બોર્ડની બેઠકમાં ઘણા સૂચનો મળ્યા છે. ક્રિકેટ સમિતિએ ભલામણ કરી છે કે ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે આગામી ડબલ્યુટીસી  કાર્યક્રમ અંતર્ગત વધુમાં વધુ ડે-નાઈટ ટેસ્ટ એટલે કે પિંક બોલ ટેસ્ટ મેચો યોજવામાં આવે. આવી ઓછામાં ઓછી 3 મેચોની ટેસ્ટ શ્રેણી હોવી જોઈએ.  ICCના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા જેવા કેટલાક દેશો મોટા ભાગના પ્રસંગોએ માત્ર બે ટેસ્ટ શ્રેણી રમે છે. માત્ર ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા લાંબી ટેસ્ટ શ્રેણી રમે છે. આ ટેસ્ટ ક્રિકેટને પ્રોત્સાહન આપવામાં મદદ કરતું નથી. પોઈન્ટ આપવામાં પણ અનુચિત રહે છે. ભલામણોમાં આવી અસમાનતા દૂર કરવાનો પ્રયાસ કરવાનું કહેવાયું છે. 

આઈસીસી ક્રિકેટ કમિટીની અધ્યક્ષતા ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી કરી રહ્યા છે. તેમાં બીસીસીઆઈના સચિવ અને ટૂંક સમયમાં આઈસીસીના અધ્યક્ષ જય શાહ, ભૂતપૂર્વ શ્રીલંકાના કેપ્ટન મહેલા જયવર્દને, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ, દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ શૉન પોલોક, ભૂતપૂર્વ ન્યુઝીલેન્ડ કેપ્ટન ડેનિયલ વેટ્ટોરી અને રોજર હાર્પર પણ સામેલ છે. ડે-નાઈટ ટેસ્ટ મેચ હાલમાં માત્ર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજન કરવામાં આવે છે, પરંતુ BCCIએ બે વર્ષથી તેની ધરતી પર ગુલાબી બોલથી એક પણ ટેસ્ટ મેચ રમી નથી. ટીમ ઈન્ડિયા ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં પિંક બોલ ટેસ્ટ રમશે.
 
સૂત્રોના જણાવ્યા મુજબ, આઈસીસી કમિટીનું માનવું છે કે ગુલાબી બોલથી રમાતી ટેસ્ટ મેચોને કારણે વધુ લોકો સ્ટેડિયમમાં આવે છે. તાજેતરમાં પાકિસ્તાનમાં દર્શકોની સંખ્યા ઘણી ઓછી જોવા મળી હતી. ભારતમાં રમાયેલી 3 ગુલાબી બોલ ટેસ્ટ મેચમાં સામાન્ય કરતા વધુ ટિકિટો વેચાઈ હતી. ટેસ્ટ મેચ રમતા દેશો એ પિંક બોલથી રમાતી ટેસ્ટ મેચ માટે વધુ પ્રોત્સાહિત કરવા જોઈએ. અન્ય સૂચનોમાં વન ડે મેચની પ્રથમ 25 ઓવરમાં માત્ર બે બોલનો ઉપયોગ કરવો અને ત્યાર બાદ માત્ર એક જ બોલનો ઉપયોગ કરવો. છેલ્લા એકાદ દાયકાથી બંને છેડેથી બે નવા બોલ ફેંકવામાં આવે છે. આવી સ્થિતિમાં છેલ્લી ઓવર સુધી બોલ માત્ર 25 ઓવર જૂનો થાય છે. એવામાં સ્પિન બોલરોને ઓછી મદદ મળે છે.

આ સમાચાર શેર કરો