ICC Awards: ભારતીય બોલર અર્શદીપ સિંહને વર્ષ 2024નો શ્રેષ્ઠ પુરુષ T20 ખેલાડીનો એવોર્ડ
ગયા વર્ષે યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપમાં અર્શદીપે શાનદાર પ

ગયા વર્ષે યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપમાં અર્શદીપે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતને ટાઇટલ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ભારતીય ટીમના ઝડપી બોલર અર્શદીપ સિંહ 2024 ના ICC ના શ્રેષ્ઠ પુરુષ T20 ખેલાડી બન્યો છે. ગયા વર્ષે યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપમાં અર્શદીપે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતને ટાઇટલ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અર્શદીપ તાજેતરમાં T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનો સૌથી સફળ બોલર બન્યો છે.
ગયા વર્ષે અર્શદીપે 18 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 36 વિકેટ લીધી હતી. તે 2024 માં આ ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.






