મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Hockey Asia Cup 2025 / ડ્રોમાં સમાપ્ત થયો ભારત અને સાઉથ કોરિયા વચ્ચેનો મુકાબલો, બંને ટીમને મળ્યા 1-1 પોઈન્ટ

હોકી એશિયા કપ 2025ના સુપર 4 સ્ટેજમાં ભારત અને સાઉથ કોરિયા વચ્ચે શાનદાર મેચ રમાઈ. બિહારના

Hockey Asia Cup 2025 / ડ્રોમાં સમાપ્ત થયો ભારત અને સાઉથ કોરિયા વચ્ચેનો મુકાબલો, બંને ટીમને મળ્યા 1-1 પોઈન્ટ

હોકી એશિયા કપ 2025ના સુપર 4 સ્ટેજમાં ભારત અને સાઉથ કોરિયા વચ્ચે શાનદાર મેચ રમાઈ. બિહારના રાજગીરમાં ભારે વરસાદને કારણે, આ મેચ ખૂબ મોડી શરૂ થઈ. બંને ટીમો આ મેચ જીતીને ફાઈનલમાં પહોંચવા માંગતી હતી. જેના માટે બંને ટીમોના ખેલાડીઓએ પોતાનું 100 ટકા આપ્યું. જેના કારણે મેચ અંતે ડ્રોમાં સમાપ્ત થઈ અને બંને ટીમોને 1-1 પોઈન્ટ મળ્યા.

ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત મળી

લીગ સ્ટેજમાં, ભારતીય હોકી ટીમે તેની ત્રણેય મેચ ખૂબ જ આરામથી જીતી. જેના કારણે ટીમ ઈન્ડિયા આ મેચમાં વધુ મજબૂત દેખાઈ. વરસાદને કારણે મોડી શરૂ થયેલી આ મેચના પહેલા ક્વાર્ટરની 7મી મિનિટમાં ટીમ ઈન્ડિયાએ પોતાનો પહેલો ગોલ કર્યો. હાર્દિક સિંહે પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવીને ભારત માટે શાનદાર ગોલ કર્યો. સાઉથ કોરિયાએ તે જ ક્વાર્ટરમાં બરાબરી કરી. 11મી મિનિટમાં, યાંગ જિહુને પેનલ્ટી સ્ટ્રોકનો ફાયદો ઉઠાવીને ગોલ કર્યો. એટલું જ નહીં, યાંગ જિહુને પ્રથમ ક્વાર્ટરની 13મી મિનિટે બીજો ગોલ પણ કર્યો. આ સાથે સાઉથ કોરિયાએ મેચમાં 2-1ની લીડ મેળવી લીધી.

મનદીપ સિંહે ટીમ ઈન્ડિયાને કમબેક કરાવ્યો

બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં કોઈ ગોલ નહતો થયો. જોકે, બંને ટીમોએ ગોલ કરવાની તકો બનાવી. ત્રીજો ક્વાર્ટર સમાપ્ત થયા પછી પણ સાઉથ કોરિયાની ટીમ મેચમાં 2-1થી આગળ હતી. ચોથા અને છેલ્લા ક્વાર્ટર દરમિયાન, 52મી મિનિટે, ભૂતપૂર્વ કેપ્ટન મનદીપ સિંહે ગોલ કરીને ટીમ ઈન્ડિયા માટે મેચ બરાબરી પર લાવી. ટીમ ઈન્ડિયાને 2 પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ તેઓ તેનો ફાયદો ન ઉઠાવી શક્યા. છેલ્લી 8 મિનિટમાં, બંને ટીમોના ગોલ કરવાના પ્રયાસો નિષ્ફળ ગયા. જેના કારણે મેચ 2-2ની બરાબરીમાં સમાપ્ત થઈ. આ સાથે, ભારત અને સાઉથ કોરિયાને 1-1 પોઈન્ટ મળ્યા છે.

આ સમાચાર શેર કરો