Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : UAE captain breaks Rohit Sharma's world record hits most sixes in T20 Internationals

UAEના કેપ્ટને તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, T20 ઇન્ટરનેશનલમાં ફટકારી સૌથી વધુ સિક્સર

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2025
લાઇવ ટીવીGoogle News
UAEના કેપ્ટને તોડ્યો રોહિત શર્માનો વર્લ્ડ રેકોર્ડ, T20 ઇન્ટરનેશનલમાં ફટકારી સૌથી વધુ સિક્સર
સોર્સ : GSTV

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માનો ટી-20 ઇન્ટરનેશનલનો એક રેકોર્ડ તૂટી ગયો છે. રોહિત શર્માના નામે કેપ્ટન તરીકે સૌથી વધુ સિક્સર ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ હતો જેને UAEના કેપ્ટન મોહમ્મદ વસીમે તોડી નાખ્યો છે. રોહિત શર્માના નામે ટી-20 ઇન્ટરનેશનલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ 105 સિક્સર ફટકારવાનો રેકોર્ડ હતો.

App Store

રોહિત શર્માનો T20માં કેપ્ટન તરીકે સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ તૂટ્યો

UAEના કેપ્ટન વસીમે અફઘાનિસ્તાન વિરૂદ્ધ એક ટી-20 મેચમાં કેપ્ટન તરીકે 110 સિક્સર ફટકારી રેકોર્ડ બનાવ્યો છે. મોહમ્મદ વસીમે અફઘાનિસ્તાન વિરૂદ્ધ 6 સિક્સર ફટકારી આ સિદ્ધિ મેળવી હતી. વસીમે અફઘાનિસ્તાન વિરૂદ્ધ 37 બોલમાં 67 રનની ઇનિંગ રમી હતી પરંતુ તેમ છતા તેની ટીમ 38 રને મેચ હારી ગઇ હતી.

અફઘાનિસ્તાને UAEને હરાવ્યું

UAEમાં રમાઇ રહેલી ટી-20 ટ્રાઇ સિરીઝની ત્રીજી મેચમાં અફઘાનિસ્તાને UAEને 38 રને હરાવ્યું હતું. UAEએ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. અફઘાનની ટીમે બેટિંગ કરતા 4 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. ટીમ માટે સેદિકુલ્લાહ અટલ (54 રન) અને ઇબ્રાહિમ જાદરાન (63 રન) બનાવ્યા હતા. પડકારનો પીછો કરવા ઉતરેલી UAEની ટીમ માત્ર 150 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. UAE તરફથી કેપ્ટન મોહમ્મદ વસીમે 67 રન અને રાહુલ ચોપરાએ અણનમ 52 રન બનાવ્યા હતા.અફઘાનિસ્તાન માટે રાશિદ ખાન અને શરફુદ્દીન અશરફે 3-3 વિકેટ ઝડપી હતી.

કેપ્ટન તરીકે સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડી

મોહમ્મદ વસીમ (UAE)-110 સિક્સર
રોહિત શર્મા (ભારત)-105 સિક્સર
ઇયોન મોર્ગન (ઇંગ્લેન્ડ)- 86 સિક્સર
એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા)- 82 સિક્સર
કડોવાકી ફ્લેમિંગ (જાપાન)- 79 સિક્સર

ટી-20માં રોહિત શર્મા ટોપ પર

ક્રિકેટની દુનિયામાં હિટમેન તરીકે જાણીતા રોહિત શર્મા ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન છે. તે બાદ આ યાદીમાં મોહમ્મદ વસીમનું નામ આવે છે જેને 80 મેચમાં 176 સિક્સર ફટકારી છે. રોહિત શર્માએ આ ફોર્મેટમાં 159 મેચમાં સૌથી વધુ 205 સિક્સર ફટકારી છે. રોહિત શર્માએ 159 મેચમાં 32.05ની એવરેજ સાથે 4232 રન બનાવ્યા છે.

ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન

રોહિત શર્મા (ભારત)-205 સિક્સર
મોહમ્મદ વસીમ (UAE)- 176 સિક્સર
માર્ટિન ગુપ્ટિલ (ન્યૂઝીલેન્ડ)- 173 સિક્સર
જોસ બટલર (ઇંગ્લેન્ડ)-160 સિક્સર
નિકોલસ પૂરન (વેસ્ટ ઇન્ડિઝ)- 149 સિક્સર
ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા)-148 સિક્સર

ટોપિક્સ:T20T20 Most SexerRohit Sharma