Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Tennis Premier League will be held in Ahmedabad from December 9-14

અમદાવાદમાં રમાશે ટેનિસ પ્રીમિયર લીગ, રોહન બોપન્ના સહિતના ખેલાડી રમવા ઉતરશે

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2025
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં રમાશે ટેનિસ પ્રીમિયર લીગ, રોહન બોપન્ના સહિતના ખેલાડી રમવા ઉતરશે
સોર્સ : GSTV

ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA)ના નેજા હેઠળ યોજાતી ભારતની એકમાત્ર ટેનિસ લીગ ટેનિસ પ્રીમિયર લીગ (TPL)ની સાતમી સિઝન 9થી 14 ડિસેમ્બર દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ, અમદાવાદ ખાતે યોજાશે. પ્રથમવાર આ લીગ મહારાષ્ટ્રની બહાર યોજાશે. આ ઉપરાંત ટેનિસ પ્રીમિયર લીગ એ દેશની ચોથી એવો સ્પોર્ટિંગ લીગ બનશે જે સાત સિઝનની સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહી હોય.

App Store

લિએન્ડર પેસ-સાનિયા મિર્ઝા સહિતના સ્ટાર્સની ટીમ

લિએન્ડર પેસ, સાનિયા મિર્ઝા, મહેશ ભૂપતિ, રકુલ પ્રીત સિંહ અને સોનાલી બેન્દ્રે જેવા દિગ્ગજ સ્ટાર્સ દ્વારા સમર્થિત 8 ફ્રેન્ચાઈઝીઓવાળી આ લીગમાં ATP રેન્કિંગમાં 30થી 50માં આવતા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ ઉપરાંત 2 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા રોહન બોપન્ના સહિતના ભારતના ટોચના ખેલાડીઓ રમવા ઉતરશે. TPL તેના યુનિક 25 પોઈન્ટ ફોર્મેટને કારણે જાણીતી બની છે. TPના ઝડપી અને રોમાંચક રમતને લીધે ભારત અને વિદેશના દર્શકોને આકર્ષિત કરતી રહી છે. 

અમદાવાદ બન્યું નવું સ્પોર્ટિંગ હબ

અમદાવાદ ઝડપભેર ભારતના સ્પોર્ટિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે. જે લીગના આયોજન માટે એકદમ બંધ બેસે છે. ગત અમુક વર્ષ દરમિયાન વિવિધ એજ ગ્રુપની ટૂર્નામેન્ટના આયોજન અને યુવા ખેલાડીઓને રેસ ટુ ગોલ્ડ સ્કોલરશિપ આપવા દરમિયાન લીગના ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશન સાથે મજબૂત સંબંધો રહ્યાં છે. આ સાથે ટીપીએલ એપ થકી રાજ્યના ગ્રાસરુટની મજબૂત હાજરી નોંધાવી છે.

TPLના કો-ફાઉન્ડર કુણાલ ઠક્કરે આગામી સિઝનના આયોજન મુદ્દે કહ્યું કે,"ગુજરાતમાં પ્રથમવાર TPLનું આયોજન કરવાનો આનંદ છે. શહેરની ઊર્જા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટસ માટેનો જુસ્સો તેને આદર્શ યજમાન બનાવે છે. સિઝન 7 ખાસ રહેવાની છે, જેમાં અમદાવાદના ફેન્સને વર્લ્ડ ક્લાસ ટેનિસ એક્શન જોવા મળશે."

આ દરમિયાન TPLના કો-ફાઉન્ડર મૃણાલ જૈનએ કહ્યું કે,"ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ શાનદાર સુવિધાઓ પૂરી પાડે છે, આ ઉપરાંત અમદાવાદ જેવા નવા માર્કેટમાં વિસ્તરણ કરવાથી અમને ટોચના સ્તરના ટેનિસને દર્શકોને વધુ નજીક લઈ જવામાં સફળતા મળશે."

ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશનનાં સેક્રેટરી શ્રીમલ ભટ્ટે  કહ્યું કે,"ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ટોચના સ્તરના ATP રેન્ક્ડ ખેલાડી- એ પણ 30થી 50ની રેન્કવાળા અમારા રાજ્યમાં રમવા આવશે. જે ગુજરાત ટેનિસ માટે ખરી સફળતા રહેશે."

TPL તેના યુનિક મોડલ હેઠળ ગ્રાસરુટ પર ટેલેન્ટ વિકસાવવા ઉપરાંત ઉચ્ચ સ્તરે ટેનિસના પ્રદર્શન માટે જાણીતું છે.TPL ગ્રાસરુટ સ્તરે 20 જેટલા શહેરોમાં સક્રિય છે, જે હેઠળ એક વર્ષમાં જ 400થી વધુ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.