VIDEO: IPLમાં વિસ્ફોટક બેટિંગ કરનાર ક્લાસેનને હૈદરાબાદના મોલમાં ભીડે ઘેર્યો
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો બેટર હેનરિક ક્લાસેન તેની બેટિંગના કારણે ચર્

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો બેટર હેનરિક ક્લાસેન તેની બેટિંગના કારણે ચર્ચામાં છે. ક્લાસેનની બેટિંગના દમ પર હૈદરાબાદની ટીમે આ સિઝનમાં ઘણી વખત 200થી વધુ રન બનાવ્યા છે અને આ જ કારણે ભારતીય ફેન્સ દક્ષિણ આફ્રિકાના બેટરના દિવાના બન્યા છે.
હાલમાં જ હેનરિક ક્લાસેન ટીમના સાથી ખેલાડી જયદેવ ઉનડકટ સાથે હૈદરાબાદના એક મોલમાં પહોંચ્યો હતો. જે બાદ ક્રિકેટર ક્લાસેનને જોવા મોલમાં ભારે ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન મોલમાં ચાહકોની ભારે ભીડે ક્લાસેનને ઘેરી લીધો હતો. જો કે પોતાને ભીડથી ઘેરાયેલો જોઈને, હેનરિક થોડો ઉશ્કેરાયેલો દેખાયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે
IPL 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા સાથે મળીને ટીમને તાબડતોડ શરૂઆત અપાવે છે. ત્યારબાદ હેનરિક ક્લાસેન ટીમ માટે સારી રીતે ફિનિશરની ભૂમિકા ભજવે છે. ક્લાસેને ત્રણ ફિફ્ટી પણ ફટકારી છે. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે.






