મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Hardik Pandya Divorce: શું નતાશા હાર્દિક પંડ્યાની 70 ટકા મિલકત લઈ જશે? કેમ છૂટાછેડાની નોબત આવી?

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.

Hardik Pandya Divorce: શું નતાશા હાર્દિક પંડ્યાની 70 ટકા મિલકત લઈ જશે? કેમ છૂટાછેડાની નોબત આવી?

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. પહેલા તેની ટીમના ખરાબ પ્રદર્શન સાથે IPL 2024માંથી બહાર થઈ ગઈ હતી અને હવે તેના ઘરસંસાર પર આફત આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. જો રિપોર્ટનું માનવામાં આવે તો હાર્દિક પંડ્યાએ પોતાની 70 ટકા પ્રોપર્ટી આપવી પડશે. હાર્દિક પંડ્યા કે નતાશા દ્વારા છૂટાછેડા અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
 
પંડ્યા અને નતાશા લાંબા સમયથી સાથે જોવા મળ્યા નહોતા. બંને જણાછે છેલ્લે 14 ફેબ્રુઆરીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. જો કે આ પછી બંને એક ફંક્શનના વીડિયોમાં સાથે જોવા મળ્યા હતા. એ પછી સાથે જોવા ન મળતાં હવે છૂટાછેડાના સમાચારે જોર પકડ્યું છે. રિપોર્ટ અનુસાર પંડ્યાએ પોતાની પ્રોપર્ટીનો 70 ટકા ભાગ નતાશાને આપવો પડશે. સોશિયલ મીડિયા પર આ અંગે ઘણી પોસ્ટ પણ શેર કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા કરોડોની સંપત્તિનો માલિક છે. IPL માટે મળેલી મેચ ફીની સાથે તે બીજી અનેક રીતે કમાણી કરે છે.

હાર્દિક પંડ્યા કેટલી કમાણી કરે છે?

હાર્દિક પંડ્યા IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. તેને ટીમ તરફથી ફી તરીકે 15 કરોડ રૂપિયા મળે છે. તે અગાઉ ગુજરાત ટાઇટન્સનો ભાગ હતો. ગુજરાતની ટીમ પણ પંડ્યાને એટલી જ રકમ આપતી હતી. આ સાથે તેને ભારતીય ક્રિકેટ ટીમ તરફથી મેચ ફી પણ મળે છે. પંડ્યાની કમાણી કરોડોમાં છે. આ સાથે તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કમાણી કરે છે.

વડોદરા અને મુંબઈમાં કરોડોનું મકાન

હાર્દિક પંડ્યાએ મુંબઈમાં એક એપાર્ટમેન્ટ લીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે આ ઘર 30 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. આ સાથે તેનું વડોદરામાં પેન્ટહાઉસ પણ કરોડોની કિંમતનું છે. છૂટાછેડા બાદ પંડ્યાની હાલત વધુ બગડી શકે છે. 

આ સમાચાર શેર કરો