મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

હવે કોહલી-રોહિત શર્માનું શું થશે? ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનતા પહેલા ગંભીરે મૂકી 5 શરતો

ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના આગામી મુખ્ય કોચ તરીકે ગણવામાં આવે છે. હાલ રાહુલ દ્રવિડ ભારતના મુખ

હવે કોહલી-રોહિત શર્માનું શું થશે? ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનતા પહેલા ગંભીરે મૂકી 5 શરતો

ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાના આગામી મુખ્ય કોચ તરીકે ગણવામાં આવે છે. હાલ રાહુલ દ્રવિડ ભારતના મુખ્ય કોચ છે, જેનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 પછી સમાપ્ત થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગંભીરનું આગામી મુખ્ય કોચ બનવું નિશ્ચિત છે. પરંતુ હવે રિપોર્ટમાં સામે આવી છે જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે, ગંભીરે મુખ્ય કોચ બનવા માટે 5 મોટી શરતો મૂકી છે. આ સ્થિતિમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને ટીમમાંથી બહાર કરવાની વાત પણ કહેવામાં આવી હતી. એક અહેવાલ મુજબ, BCCIની ક્રિકેટ સલાહકાર સમિતિ સાથેની મુલાકાત દરમિયાન ગંભીરે મુખ્ય કોચ બનવા માટે 5 શરતો મૂકી હતી.

પહેલી શરતઃ ગંભીરે ટીમ પર સંપૂર્ણ નિયંત્રણ રાખવાનું કહ્યું છે. તે નથી ઈચ્છતો કે બોર્ડ તેની ટીમમાં કોઈપણ રીતે દખલ કરે.

બીજી શરતઃ ગંભીરે પોતાના કોચિંગ સ્ટાફને પસંદ કરવાની વાત કરી છે. ગંભીર તેની અનુકૂળતા મુજબ બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ કોચ પસંદ કરશે.

ત્રીજી શરતઃ પાકિસ્તાન દ્વારા યોજાનારી 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી ટીમના સિનિયર ખેલાડીઓ માટે છેલ્લી તક હશે. સિનિયર ખેલાડીઓમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીનો સમાવેશ થાય છે. જો આ ખેલાડીઓ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સારું પ્રદર્શન નહીં કરે તો તેમને ટીમમાંથી બહાર કરી દેવામાં આવશે. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે આ ખેલાડીઓને ત્રણેય ફોર્મેટમાંથી બહાર કરવામાં આવશે કે નહીં.

ચોથી શરતઃ ગંભીરની ચોથી શરત આશ્ચર્ય પમાડે તેવી છે. આ શરત અનુસાર ગંભીરે કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટ માટે અલગ ટીમ હશે.

પાંચમી શરતઃ પાંચમી અને છેલ્લી શરતમાં ગંભીરે કહ્યું કે, તે શરૂઆતથી જ 2027માં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે રોડમેપ તૈયાર કરવાનું શરૂ કરશે.

ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થવાની બાકી

ઉલ્લેખનીય છે કે, ગંભીરના હેડ કોચ બનવા અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી. હવે નવા કોચની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ ક્યારે થાય છે તે જોવું રસપ્રદ રહેશે.

આ સમાચાર શેર કરો