VIDEO: ટીમ ઈન્ડિયાનો કોચ બન્યા બાદ KKRથી વિદાય લેતી વખતે ભાવુક થયો ગંભીર, શેર કરી ઈમોશનલ પોસ્ટ
લાંબા સમય બાદ KKRમાં સકારાત્મકતા ફેલાવનાર ગંભીરે ફર

લાંબા સમય બાદ KKRમાં સકારાત્મકતા ફેલાવનાર ગંભીરે ફરી એકવાર વિદાય લીધી છે. તેને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. જે બાદ ગંભીરે ઈડન ગાર્ડન્સમાં KKR માટે વિદાયનો વીડિયો શૂટ કર્યો હતો. હવે ગંભીરે પોતે તેની ક્લિપ શેર કરી છે. KKR છોડતી વખતે ગૌતમ ગંભીર ભાવુક જોવા મળ્યો હતો. વીડિયોમાં તેણે ફેન્સની સામે પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. આ વિદાય ગંભીર માટે યાદગાર રહી.
IPL 2024માં KKR ચેમ્પિયન
ગૌતમ ગંભીર વર્ષોથી KKR સાથે જોડાયેલો છે. દિગ્ગજની કપ્તાની હેઠળ, આ ફ્રેન્ચાઇઝીએ બે વાર ખિતાબ જીત્યો. વર્ષોથી ટ્રોફી માટે સંઘર્ષ કરી રહેલી KKR ટીમ માટે ગૌતમ ગંભીર IPL 2024માં નસીબદાર સાબિત થયો હતો. આ સિઝનમાં KKRએ શાનદાર રીતે ખિતાબ જીત્યો અને IPLના ઈતિહાસમાં ત્રીજી સૌથી સફળ ટીમ તરીકે ઉભરી. પરંતુ ગંભીરની KKR સાથેની સફર માત્ર અહીં સુધી જ હતી.
ગંભીરે શેર કર્યો ઈમોશનલ વીડિયો
ગંભીરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર KKR માટે એક ઈમોશનલ ક્લિપ શેર કરી છે. આ વીડિયોમાં ગંભીરનો અવાજ છે અને તેમાં ગંભીર પણ જોવા મળે છે. તેણે વીડિયોમાં કહ્યું, 'જ્યારે તમે હસો છો ત્યારે હું હસું છું, જ્યારે તમે રડો છો ત્યારે હું રડું છું. જ્યારે તમે જીતો છો ત્યારે હું જીતું છું, જ્યારે તમે હારી જાવ છો ત્યારે હું હારી જઉં છું. જ્યારે તમે સ્વપ્ન જુઓ છો ત્યારે હું સપનું જોવું છું, જ્યારે તમે હાંસલ કરો છો ત્યારે હું હાંસલ કરું છું. હું તમારા પર વિશ્વાસ કરું છું અને તમારી સાથે જોડાઈ જાઉં છું. હું તમે છું કોલકાતા, હું તમારામાંથી એક છું. આ સિવાય ગંભીર તેની વિદાય વખતે કોલકાતા વિશે ઘણું બધું બોલે છે જે વીડિયોમાં સાંભળી શકાય છે.
ટીમ ઈન્ડિયાનો કોચ બન્યો
KKRને ઐતિહાસિક જીત અપાવ્યા બાદ, ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની રેસમાં સૌથી આગળ હતો. રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 પછી જ પૂરો થયો. તેના એક સપ્તાહ બાદ જ BCCIએ મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરના નામની જાહેરાત કરી હતી. હવે ગંભીર શ્રીલંકા પ્રવાસથી પોતાનું પદ સંભાળશે.






