પૂર્વ કેપ્ટન સુનીલ છેત્રીએ મોટી જાહેરાત, નિવૃત્તિ બાદ પરત મેદાને ફરશે, આ ટુર્નામેન્ટમાં વાપસી
ભારત AFC એશિયન કપ 2027 ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડમાં બાંગ્લાદેશ સામ

ભારત AFC એશિયન કપ 2027 ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડમાં બાંગ્લાદેશ સામે રમશે. આ મેચ 25 માર્ચે રમાશે. 40 વર્ષીય છેત્રી જૂન 2024માં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લઇ લીધી હતી.
ભારતીય ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ છેત્રીએ નિવૃત્તિ બાદ પાછા ફરવાનો નિર્ણય લીધો છે. માર્ચમાં ફિફા આંતરરાષ્ટ્રીય વિન્ડો દરમિયાન તે રાષ્ટ્રીય ટીમ માટે રમતા જોવા મળશે. ભારત AFC એશિયન કપ 2027 ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડમાં બાંગ્લાદેશ સામે રમશે. આ મેચ 25 માર્ચે રમાશે.
ગયા વર્ષે કારકિર્દીની છેલ્લી મેચ રમી હતી
40 વર્ષીય છેત્રીએ ગયા વર્ષે જૂનમાં પોતાની કારકિર્દીની છેલ્લી મેચ રમી હતી. કુવૈત સામેની FIFA ક્વોલિફાયર મેચમાં તે પોતાની ટીમને જીત અપાવવામાં મદદ કરી શક્યો નહીં. મેચ 0-0 થી ડ્રો રહી. છેત્રીએ નિવૃત્તિ બાદ ચાહકોનો આભાર માન્યો. તેમણે કહ્યું- જેમણે મને વીડિયોમાં જોયો છે, જેમણે મારા ઓટોગ્રાફ લીધા છે અને મારા જૂના સમર્થકો છે, હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ 19 વર્ષ તમારા બધા વિના શક્ય ન હોત.
સુનિલ સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરનાર ચોથો ખેલાડી છે.
સુનિલે 2005 માં પાકિસ્તાન સામેની મેચથી પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે આંતરરાષ્ટ્રીય ગોલ (૯૪) માં ચોથા ક્રમે છે. તે જ સમયે, તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, અલી દાઈ અને લિયોનેલ મેસ્સી પછી સક્રિય ખેલાડીઓમાં ત્રીજા ક્રમે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરનાર ખેલાડી છે. તેમને 2011માં અર્જુન એવોર્ડ અને 2019માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.






