મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

સચિન નહીં આ ભારતીય સામે બોલિંગ કરતા ડરતો ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન બોલર, કહ્યું- 'તે મને ખૂબ પરેશાન...'

જ્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીને પૂછવામાં આવ્યું

સચિન નહીં આ ભારતીય સામે બોલિંગ કરતા ડરતો ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન બોલર, કહ્યું- 'તે મને ખૂબ પરેશાન...'

જ્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીને પૂછવામાં આવ્યું કે, તેને ક્યા ભારતીય ખેલાડી સામે બોલિંગ કરવી સૌથી મુશ્કેલ લાગતી હતી. તેના જવાબમાં બ્રેટ લીએ સચિન તેંડુલકર નહીં પણ હરભજન સિંહના નામનો ઉલ્લેખ કર્યો છે. બ્રેટ લીએ કહ્યું હતું કે, 'મેદાનની બહાર હરભજન સિંહ સાથે મારા ખૂબ સારા સંબંધો રહ્યા છે, પરંતુ મને મેદાન પર તેની સામે બોલિંગ કરવી નહોતી ગમતી. મેદાન પર તે મને ખૂબ પરેશાન કરતો હતો.'

આ પણ વાંચો: યશસ્વી જયસ્વાલને હોટલમાં જ છોડીને ચાલી ગઈ બસ, કેપ્ટન રોહિતની સૂચના પર બની આ ઘટના

'હું હરભજનને ક્યારેય રોકી શક્યો નહીં'

બ્રેટ લીએ હરભજન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, 'તે મારી સામે સ્લેજિંગ કરતો હતો અને પછી મારી પાછળ પડી જતો હતો. અને મને કહેતો હતો કે 'તું ખૂબ જ ઝડપી છો'. હું હરભજનને ક્યારેય રોકી શક્યો નહીં. હું હંમેશા થાકી જતો હતો. મને તેની સામે બોલિંગ કરવું પસંદ નહોતું.'

મેદાન પર હરિફાઈ હોવા છતાં બ્રેટ લી હરભજનનું સન્માન કરતો હતો. એક સમયે બ્રેટ લીએ હરભજનના આક્રમક વ્યક્તિત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. જેના જવાબમાં હરભજને કહ્યું હતું કે, 'મને તેની બોલિંગની ગતિ પસંદ હતી. બોલર તરીકે બ્રેટ લી મને સારો લાગતો હતો.'

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહી છે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી

તમને જણાવી દઈએ કે હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. જેમાં એડિલેડ ટેસ્ટ મેચ દરમિયાન સિરાજ અને ટ્રેવિસ હેડ વચ્ચે બબાલ થઈ હતી. મેદાનમાં બંને વચ્ચે ઘણી બોલાચાલી થઈ હતી. જોકે બાદમાં બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. હાલમાં આ ટેસ્ટ સિરીઝ 1-1ની બરાબરી પર છે. ભારતે પહેલી ટેસ્ટ મેચ જીતી હતી જ્યારે બીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયાની ટીમે જીતી હતી. સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરથી બ્રિસબેનના ગાબા ખાતે રમાશે.

આ સમાચાર શેર કરો