મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

યશસ્વી જયસ્વાલને હોટલમાં જ છોડીને ચાલી ગઈ બસ, કેપ્ટન રોહિતની સૂચના પર બની આ ઘટના 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બે મેચ રમાઈ ચૂકી છે. શ્રેણી 1-1થી બરાબર છે. એડિલેડમાં એક વધારા

યશસ્વી જયસ્વાલને હોટલમાં જ છોડીને ચાલી ગઈ બસ, કેપ્ટન રોહિતની સૂચના પર બની આ ઘટના 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બે મેચ રમાઈ ચૂકી છે. શ્રેણી 1-1થી બરાબર છે. એડિલેડમાં એક વધારાનો દિવસ વિતાવ્યા બાદ ટીમ ઈન્ડિયા બ્રિસબેન માટે રવાના થઈ હતી. પરંતુ બ્રિસબેન જતા પહેલા ભારતીય ટીમ સાથે એક વિચિત્ર ઘટના બની હતી. રોહિત શર્માના કહેવા પર ટીમની બસ ઓપનર યશસ્વી જયસ્વાલને ટીમ હોટલમાં છોડીને રવાના થઈ ગઈ હતી. જો કે જયસ્વાલ એરપોર્ટ પર ટીમ સાથે પહોંચી ગયો હતો. 

આ પણ વાંચોઃ આ ભારતીય ખેલાડીને સંન્યાસ લેવા મજબૂર કરી રહ્યાં છે સિલેક્ટર્સ! ટીમમાંથી પડતો મુક્યો

11 ડિસેમ્બરના રોજ વહેલી સવારે ટીમ ઈન્ડિયાએ હોટલ ચેકઆઉટ કરીને બ્રિસબેન માટે ફ્લાઈટ પકડી હતી. પરંતુ વહેલી સવારે ભારતીય ખેલાડીઓને એરપોર્ટ પર લઈ જતી બસ યશસ્વી જયસ્વાલને હોટલ પરથી લીધા વગર જ રવાના થઈ હતી. આ બધું કેપ્ટન રોહિત શર્માના નિર્દેશ પર થયું હતું. કારણ કે યશસ્વીને હોટલમાંથી બહાર આવતા મોડું થઈ ગયું હતું. કદાચ કેપ્ટન ઇચ્છતો ન હતો કે એક ખેલાડીના કારણે આખી ટીમ મોડી પડે અને ફ્લાઇટ ચૂકાઈ જવાય. જણાવી દઈએ કે, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT 2024-25)ની ત્રીજી ટેસ્ટ શનિવાર, 14 ડિસેમ્બરથી રિવર સિટીના ગાબા સ્ટેડિયમમાં રમાશે.

રોહિત શર્મા યશસ્વી જયસ્વાલના આવા વર્તનથી નારાજ

એક રિપોર્ટ મુજબ કેપ્ટન રોહિત શર્મા યશસ્વી જયસ્વાલના આવા વર્તનથી નારાજ છે. ટીમની બસ સ્થાનિક સમય મુજબ સવારે 8:30 વાગ્યે એરપોર્ટ રવાના થવાની હતી. કારણ કે ટીમ ઈન્ડિયાની બ્રિસબેન માટે ફ્લાઇટ સવારે 10:05 વાગ્યે નિર્ધારિત હતી. ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યો સવારે 8.20 વાગ્યાથી બસમાં ચઢવા લાગ્યા હતા. જોકે, યશસ્વી જયસ્વાલ હાજર નહોતો થયો. બસ હોટલ ગેટ પાસે થોડીવાર યશસ્વીની રાહ જોતા ઉભી રહી. પછી રોહિત શર્મા નીચે ઉતર્યો અને ટીમ મેનેજર અને સંપર્ક અધિકારીઓ સાથે વાત કરી ગાડી રવાના થઈ. 

રોહિતના ઈશારા પર ડ્રાઈવરે સવારે લગભગ 8.50 વાગ્યે યશસ્વીને લીધા વગર એરપોર્ટ માટે બસ રવાના કરી. ડાબોડી બેટ્સમેન બસ ઉપડ્યાની પાંચ મિનિટ પછી હોટલમાંથી બહાર આવ્યો. જો કે, તુરંત જ યશસ્વી ટીમના સુરક્ષા અધિકારી સાથે કારમાં એરપોર્ટ પહોંચી ગયો અને ભારતીય ટીમ સાથે બ્રિસબેન જવા રવાના થઈ ગયો.  

આ સમાચાર શેર કરો