આ ભારતીય ખેલાડીને સંન્યાસ લેવા મજબૂર કરી રહ્યાં છે સિલેક્ટર્સ! ટીમમાંથી પડતો મુક્યો
ભારતીય બેટ્સમેન મનીષ પાંડેને લઇને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA)ના અધ્યક્ષ જે.અભિરામે મોટો નિર

ભારતીય બેટ્સમેન મનીષ પાંડેને લઇને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA)ના અધ્યક્ષ જે.અભિરામે મોટો નિર્ણય કર્યો છે. મનીષ પાંડેને તમામ ફોર્મેટમાંથી કર્ણાટકની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. મનીષ પાંડેને આ મહિનાના અંતમાં શરૂ થનારી વિજય હઝારે ટ્રોફી માટે કર્ણાટકની સંભવિત ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો નથી.
યુવા ખેલાડીઓને તક આપવાનો સમય
KSCAના અધ્યક્ષે યુવા ખેલાડીઓને આગળ આવીને સારૂ પ્રદર્શન કરવાની તક આપવાનો સમય આવી ગયો છે. મનીષ પાંડેની કરિયર સારી રહી છે તેમાં કોઇ શક નથી પરંતુ કોઇને કોઇ લેવલ પર તમારે યુવાઓ માટે જગ્યા બનાવવી પડશે. અમારી પાસે કેટલાક સારા યુવા બેટ્સમેન છે જેમ કે પ્રખર ચતુર્વેદી, અનેશ્વર ગૌતમ, કેવી અનીશ. આ ખેલાડીઓને જેટલી તક મળશે તેમાં સારૂ હશે.
હવે કર્ણાટક માટે નહીં રમે મનીષ પાંડે
મહત્ત્વપૂર્ણ છે કે મનીષ પાંડે આ સિઝનમાં રણજી ટ્રોફીમાં કર્ણાટકનો વાઇસ કેપ્ટન હતો. જોકે, હવે આ વાતની પૃષ્ટી થઇ ગઇ છે કે તે હવે કર્ણાટક માટે નહીં રમે. અભિરામે કહ્યું, મનીષ પાંડે રણજી ટ્રોફીના બીજા સ્ટેજ માટે પરત નહીં આવે. અમારી પાસે રિઝર્વમાં કેવી અનીશ છે જેને તક મળવી જોઇએ. હવે આ યુવાઓ પર નિર્ભર છે કે તે તમામ તકનો ફાયદો ઉઠાવે. મે મનીષ પાંડે સાથે વાત કરી છે અને તેને નિર્ણયનું કારણ જણાવ્યું છે. અમે ઇચ્છીએ છીએ કે તે કર્ણાટક ક્રિકેટ સાથે જોડાયેલો રહે. કોચ કે પછી કોઇ અન્ય ભૂમિકામાં. આ રીતની કઠિન વાતચીત કરવી ઘણી મુશ્કેલ છે.
આ પણ વાંચો: ICCએ અમેરિકાની T20 લીગ પર મૂક્યો પ્રતિબંધ, સચિન તેંડુલકર સાથે છે આવું કનેક્શન
મનીષ પાંડેની ક્રિકેટ કરિયર
મહત્ત્વપૂર્ણ છે કે 2007માં સીનિયર ટીમમાં ડેબ્યૂ કર્યા બાદ મનીષ પાંડે કર્ણાટક ટીમમાં સામેલ રહ્યો છે. મનીષ પાંડે 2009માં ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ માટે અણનમ 114 રન બનાવીને IPL ઇતિહાસમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો હતો. એક સારા એથલીટ અને ફીલ્ડર રહેલા મનીષ પાંડેએ ટીમ ઇન્ડિયા માટે 29 વન ડે અને 39 ટી-20 મેચ રમી છે. મનીષ પાંડેએ 118 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને સૌથી લાંબા ફોર્મેટમાં કર્ણાટકની કેપ્ટન્સી પણ કરી છે.








