Video: નિવૃત્તિની અટકળો પર પૂર્ણવિરામ! કેપ્ટન શુભમન ગિલે રોહિત-વિરાટ વીશે શું કહ્યું

સોર્સ: gstv

ન્યૂઝીલેન્ડ સામેની તાજેતરની વનડે સીરિઝ બાદ ક્રિકેટ જગતમાં ફરી એક વખત એ સવાલો ઊભા થઈ રહ્યા હતા કે શું વિરાટ કોહલી અને રોહિત શર્માની દિગ્ગજ જોડી આગામી વનડે વર્લ્ડ કપ 2027 રમશે? પરંતુ આ બંને મહાન ખેલાડીઓ વિશે ભારતીય વનડે ટીમના કેપ્ટન શુભમન ગિલે કંઈક એવું કહી દીધું છે કે ક્રિકેટ ચાહકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. શુભમન ગિલે વિરાટ કોહલી અને રોહિત શર્માની વર્લ્ડ કપ નિવૃત્તિની તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

જ્યાં મેટર મોટી હોય છે, ત્યાં જ લેજેન્ડ ઊભા હોય છે: શુભમન ગિલ

જાહેરાત

હાલમાં સોશિયલ મીડિયામાં એક ખાસ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સવાલ કરવામાં આવે છે કે શું વિરાટ કોહલી વનડે વર્લ્ડ કપ 2027 માં રમશે કે નહીં? જેના જવાબમાં કેપ્ટન શુભમન ગિલ અત્યંત આત્મવિશ્વાસ સાથે કહે છે કે, વર્લ્ડ કપ જીતવા નીકળ્યા છીએ, તો પ્રેશર તો હશે જ. જ્યારે ઈન્ડિયા માટે મેદાનમાં ઊતરીએ છીએ, ત્યારે અપેક્ષા પણ સાથે આવે છે. સૌથી મોટી ટ્રોફી માટે બધું જ દાવ પર લગાવવું પડે છે. વર્લ્ડ કપ જીતવો હોય તો રસ્તો સરળ નથી, પણ એક વાત તો ક્લિયર છે કે જ્યાં મેટર મોટી હોય છે, ત્યાં જ લેજેન્ડ ઊભા હોય છે. મને આશા છે કે તમને તમારા સવાલનો જવાબ મળી ગયો હશે.

કેપ્ટન ગિલના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે ટીમ મેનેજમેન્ટ 2027 ના વર્લ્ડ કપ મિશનમાં રોહિત અને વિરાટના અનુભવ પર પૂરો ભરોસો રાખી રહ્યું છે.

કેવું રહ્યું રોહિત અને કોહલીનું તાજેતરનું વનડે પરફોર્મન્સ?

તાજેતરમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી 5 મેચની વનડે સીરિઝમાં ભારતીય ટીમે 3-1 થી શાનદાર બાજી મારી હતી. જોકે, આ સીરિઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી અપેક્ષા મુજબ વધુ સારું પ્રદર્શન નહોતા કરી શક્યા.

  1. વિરાટ કોહલી: ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન; પહેલી મેચમાં 51 બોલમાં 74 રન, બાકીની મેચોમાં નિષ્ફળ.
  2. રોહિત શર્મા: નિરાશાજનક પ્રદર્શન; સીરિઝમાં 2 વખત એક પણ રન બનાવ્યા વિના (શૂન્ય પર) પેવેલિયન ભેગો થયો.

આ સમાચાર શેર કરો

જાહેરાત