Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Australian fast bowler announced his retirement

KKRમાં તક મળી, પરંતુ એક પણ મેચ ન રમી શક્યો; હવે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરે કરી નિવૃત્તિની જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
KKRમાં તક મળી, પરંતુ એક પણ મેચ ન રમી શક્યો; હવે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલરે કરી નિવૃત્તિની જાહેરાત
સોર્સ : gstv

ઓસ્ટ્રેલિયાના 31 વર્ષીય ફાસ્ટ બોલર મેથ્યુ કેલીએ સતત ઈજાઓ સામે ઝઝૂમ્યા બાદ વ્યાવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને પર્થ સ્કોર્ચર્સ માટે શાનદાર પ્રદર્શન કરનાર કેલીએ પોતાની ડોમેસ્ટીક કારકિર્દી દરમિયાન કુલ 274 વિકેટ પોતાના નામે કરી હતી. જોકે, વારંવાર શારીરિક ઈજાઓ થવાના કારણે તે લાંબો સમય સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે નિયમિત ન રમી શક્યો, જેના કારણે તેણે રમતને અલવિદા કહેવાનો ભાવનાત્મક નિર્ણય લીધો છે.

App Store

વાકા ગ્રાઉન્ડ સાથે જોડાયેલી બાળપણની યાદો

સાઉથ આફ્રિકામાં જન્મેલો મેથ્યુ કેલી માત્ર 4 વર્ષની નાની ઉંમરે પોતાના પરિવાર સાથે પર્થમાં સ્થાયી થયો હતો. 6 ફૂટ અને 3 ઈંચ લાંબા આ ફાસ્ટ બોલરે નિવૃત્તિ સંદર્ભે વાત કરતા પ્રખ્યાત વાકા (WACA) ગ્રાઉન્ડ સાથેની યાદો તાજી કરી હતી. તેણે જણાવ્યું હતું કે જ્યારે તે પહેલીવાર વાકા ગ્રાઉન્ડના મુખ્ય દરવાજાથી અંદર પ્રવેશ્યો હતો, ત્યારે તેને ક્યારેય અંદાજ નહોતો કે ક્રિકેટ તેને કઈ ઊંચાઈઓ સુધી લઈ જશે. આ પવિત્ર સ્થળ ખૂબ જ ઓછા સમયમાં તેના માટે બીજા ઘર સમાન બની ગયું હતું.

ઘરેલુ ક્રિકેટ અને શેફિલ્ડ શિલ્ડમાં ધમાકો

મેથ્યુ કેલીએ વર્ષ 2017માં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા માટે ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ-એ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ 2018ની શરૂઆતમાં તેને પર્થ સ્કોર્ચર્સ તરફથી બિગ બેશ લીગ (BBL) માં રમવાની તક મળી હતી. તે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની તે વિજયી ટીમનો અભિન્ન ભાગ રહ્યો હતો, જેણે 2019-20, 2021-22 અને 2022-23ની સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી ODI કપ જીત્યો હતો. ખાસ કરીને 2022-23ની શેફિલ્ડ શિલ્ડ ફાઈનલમાં વિક્ટોરિયા વિરુદ્ધ 6 વિકેટ ઝડપીને તેણે પોતાની ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને આખી સિઝનમાં 35 વિકેટ લીધી હતી.

IPLનું અધૂરું સ્વપ્ન અને ભવિષ્ય

મેથ્યુ કેલીની પ્રતિભાને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની પ્રખ્યાત ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા તેને પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, ખરાબ નસીબ અને ફોર્મના કારણે તેને એક પણ મેચ રમવાની તક નહતી મળી શકી અને બાદમાં તેને રિલીઝ કરવામાં આવ્યો હતો. આમ છતાં, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના જનરલ મેનેજર કેડ હાર્વે સહિતના દિગ્ગજોએ છેલ્લા એક દાયકામાં ટીમ માટે આપેલા તેના નિઃસ્વાર્થ યોગદાનની ભરપૂર પ્રશંસા કરી છે અને તેની આ સફર હંમેશા યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ રહેશે.