મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

એલિસ પેરીએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, આ કારનામું કરનાર વિશ્વની 5મી ખેલાડી બની

મહિલા T20I વર્લ્ડ કપ 2024નું આયોજન UAEમાં કરવામાં આવી રહ્યું છે. આ ટૂર્નામેન્ટ 3 ઓક્ટોબરથી શરૂ થઈ

એલિસ પેરીએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, આ કારનામું કરનાર વિશ્વની 5મી ખેલાડી બની

મહિલા T20I વર્લ્ડ કપ 2024નું આયોજન UAEમાં કરવામાં આવી રહ્યું છે. આ ટૂર્નામેન્ટ 3 ઓક્ટોબરથી શરૂ થઈ હતી જેમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. ભારતીય ટીમના અભિયાનની શરૂઆત હાર સાથે થઈ હતી પરંતુ બીજી મેચમાં હરમનપ્રીતની ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. ટૂર્નામેન્ટની 10મી મેચમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ ઓલરાઉન્ડર એલિસ પેરીએ ઈતિહાસ રચ્યો હતો. એલિસ પેરીએ 24 બોલમાં 30 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ શારજાહમાં ન્યુઝીલેન્ડ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર એલિસા હીલી અને બેથ મૂનીએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી પરંતુ પાવરપ્લેની છેલ્લી ઓવરમાં ટીમને પ્રથમ ઝટકો લાગ્યો હતો. એલિસા હીલી છઠ્ઠી ઓવરના બીજા બોલ પર પવેલિયન પરત ફરી હતી. હિલી અને મૂની વચ્ચે પ્રથમ વિકેટ માટે 41 રનની પાર્ટનરશિપ થઈ હતી. હિલીના આઉટ થયા બાદ એલિસ પેરી મેદાન પર આવી હતી. બંને વચ્ચે 45 રનની પાર્ટનરશિપ થઈ હતી. મૂની 12મી ઓવરમાં 40 રનના અંગત સ્કોર સાથે પવેલિયન પરત ફરી હતી. પેરીએ પછી ફોબી લિચફિલ્ડ સાથે સ્કોરબોર્ડ સાંભળ્યું હતું.

એલિસ પેરીના નામે ખાસ રેકોર્ડ

આ દરમિયાન પેરીએ 14મી ઓવરમાં ચોગ્ગો ફટકારતા જ ર્ક નવો રેકોર્ડ બનાવ્યો હતો. આ ચોગ્ગા સાથે એલિસ પેરીએ T20I ક્રિકેટમાં 2000 રન પૂરા કર્યા હતા. આ રીતે, તે T20I ક્રિકેટમાં 2000 રન અને 100 વિકેટ પૂર્ણ કરનાર પુરૂષ અને મહિલા ક્રિકેટ બંનેમાં માત્ર પાંચમી ખેલાડી બની છે. પેરી પહેલા, માત્ર 4 ખેલાડીઓ T20I ક્રિકેટમાં 2000 રન બનાવવા અને 100 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી શક્યા હતા. પેરી મહિલા T20Iમાં આવું કરનારી માત્ર ચોથી ખેલાડી છે. આ પહેલા સોફી ડિવાઈન, હેલી મેથ્યુસ અને નિદા ડારે આ સિદ્ધિ હાંસલ કરી હતી.

T20I ક્રિકેટમાં 2000 રન અને 100 વિકેટ લેનાર ક્રિકેટરો

  • શાકિબ અલ હસન
  • સોફી ડિવાઈન
  • હેલી મેથ્યુઝ
  • નિદા ડાર
  • એલિસ પેરી

આ સમાચાર શેર કરો