જન્મદિવસે જ કાર્તિકે ક્રિકેટના તમામ ફોર્મેટને કહ્યું અલવિદા, લખી ભાવુક પોસ્ટ
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર દિનેશ કાર્તિકે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. વિકેટકીપર ખેલાડી કાર્તિકે તે

ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર દિનેશ કાર્તિકે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. વિકેટકીપર ખેલાડી કાર્તિકે તેના 39માં જન્મદિવસે નિવૃત્તિની જાહેરાત કરી છે. કાર્તિક તાજેતરની IPL સિઝનમાં RCB તરફથી રમતા જોવા મળ્યો હતો. કાર્તિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની ક્રિકેટ કારકિર્દીને યાદ કરી છે.
કાર્તિકે X પર લખ્યું, 'છેલ્લા કેટલાક દિવસોમાં મને જે સ્નેહ, સમર્થન અને પ્રેમ મળ્યો છે તેનાથી હું અભિભૂત છું. આ શક્ય બનાવનાર તમામ ચાહકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. લાંબા સમય સુધી તેના વિશે વિચાર્યા બાદ મેં ક્રિકેટમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. મારી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરું છું, હું આગળના નવા પડકારો માટે તૈયાર થઈ રહ્યો છું.'
ધોની પહેલા કર્યું હતું ડેબ્યૂ
ધોની પહેલા કાર્તિકનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. કાર્તિકે નવેમ્બર 2004માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. 5 સપ્ટેમ્બર 2004ના રોજ લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામેની મેચમાં વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતું. 1 ડિસેમ્બર 2006ના રોજ દક્ષિણ આફ્રિકા સામે ટી20માં પ્રવેશ કર્યો હતો
IPLમાં ટોપ 10 રન બનાવનારા ખેલાડીઓમાં સામેલ
દિનેશ કાર્તિક પ્રથમ સિઝનથી જ આઈપીએલમાં રમનારા ખેલાડીઓમાં સામેલ છે. તેણે 257 મેચમાં 22 અડધી સદીની મદદથી 4842 રન બનાવ્યા છે. કાર્તિક IPLના ઈતિહાસમાં ટોપ 10 રન બનાવનારા ખેલાડીઓમાં સામેલ છે. આ સમયગાળા દરમિયાન કાર્તિકે 147 કેચ અને 37 સ્ટમ્પિંગ પણ કર્યા હતા.








