IPLમાં ધોનીનો પગારમાં થશે ત્રણ ગણો ઘટાડો! આ નિયમને કારણે થશે કરોડોનું નુકસાન
તાજેતરમાં જ BCCIએ IPL ટીમના માલિકો સાથે બેઠક કરી હતી. તે બેઠકમાં ભારતીય ક્રિકેટ ટી

તાજેતરમાં જ BCCIએ IPL ટીમના માલિકો સાથે બેઠક કરી હતી. તે બેઠકમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને અનકેપ્ડ ખેલાડી જાહેર કરવા પર ચર્ચા કરવામાં આવી હતી. તે સમયે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના માલિક કાવ્યા મારને સખત વાંધો વ્યક્ત કર્યો હતો. પરંતુ હવે ધોનીને અનકેપ્ડ પ્લેયર બનાવવા અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે.
ધોનીનો પગાર ઘટશે?
જોકે, હજુ સુધી કંઈ કન્ફર્મ નથી થયું, પરંતુ અહેવાલો અનુસાર BCCI જૂનો નિયમ પાછો લાવી શકે છે. આ નિયમ હેઠળ એમએસ ધોનીને અનકેપ્ડ ખેલાડીઓની યાદીમાં રાખવામાં આવશે. આનાથી એ પણ સ્પષ્ટ થશે કે, ધોની IPL 2025માં ચોક્કસપણે રમતો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, આ નિયમ પહેલા પણ અસ્તિત્વમાં હતો, પરંતુ તે સમયે તેનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. પરંતુ હવે તેને પરત લાવવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેપ્ડ પ્લેયર હોવા પર, ધોનીને CSK તરફથી સિઝન દીઠ 12 કરોડ રૂપિયાનો પગાર મળતો હતો, પરંતુ જો તેને અનકેપ્ડ ખેલાડીઓની યાદીમાં રાખવામાં આવે તો તેનો પગાર ઘટીને 4 કરોડ રૂપિયા થઈ શકે છે.
અનકેપ્ડ પ્લેયરનો નિયમ શું છે?
જો કોઈ ખેલાડી નિવૃત્ત થયાને પાંચ વર્ષ કે તેથી વધુ સમય વીતી ગયા હોય, તો તેને કેપ્ડ પ્લેયરમાંથી અનકેપ્ડ પ્લેયરમાં રૂપાંતરિત કરી શકાય છે. આ નિયમ ઈન્ડિયન પ્રીમિયર લીગની પહેલી સિઝનથી 2021 સુધી અમલમાં હતો, પરંતુ 2022માં તેને નાબૂદ કરવામાં આવ્યો કારણ કે, કોઈપણ ટીમે તેનો ઉપયોગ કર્યો ન હતો.
IPL 2024માં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ધોનીને ઘૂંટણમાં તકલીફ હતી, તેમ છતાં તેણે આખી સિઝન રમવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ આ ઈજાને કારણે તે ઘણીવાર સાતમા અથવા નીચલા ક્રમ પર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. તે ઈજાને કારણે, ધોની આઈપીએલમાંથી પણ નિવૃત્તિ લઈ શકે છે તેવા પ્રશ્નો ઉભા થયા હતા, પરંતુ કોઈ ઓફિશિયલ કન્ફર્મેશન ન હોવાને કારણે, ફેન્સની ધોનીને રમતા જોવાની આશાઓ મર્યાદિત છે.






