મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે જીત સાથે કરી શરૂઆત, ચીનને આપી એકતરફી હાર

પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ હવે ભારતીય હોકી ટીમે ગઈકાલે (8 સપ્ટેમ્બર

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે જીત સાથે કરી શરૂઆત, ચીનને આપી એકતરફી હાર

પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ હવે ભારતીય હોકી ટીમે ગઈકાલે (8 સપ્ટેમ્બર) એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. જેમાં મોકી ટ્રેનિંગ બેઝ પર રમાયેલી મેચમાં યજમાન ચીન સામે 3-0થી એકતરફી જીત મેળવી હતી. આ મેચમાં ભારત માટે પહેલો ગોલ સુખજીતે કર્યો હતો, જ્યારે ઉત્તમ સિંહે બીજો ગોલ કર્યો હતો જ્યારે અભિષેકે મેચના ત્રીજા ક્વાર્ટરમાં ત્રીજો ગોલ કર્યો હતો.

ભારતે સતત ત્રણ ક્વાર્ટરમાં ગોલ કર્યા હતા

આ મેચમાં ભારતીય હોકી ટીમનો સતત દબદબો જોવા મળ્યો હતો જેમાં પહેલા ક્વાર્ટરની 14મી મિનિટે સુખજીતે ગોલ કરીને ટીમને 1-0થી આગળ કરી દીધી હતી. આ પછી બીજા ક્વાર્ટરમાં ઉત્તમ સિંહે ગોલ કર્યો જેના કારણે ભારતે મેચમાં 2-0ની લીડ મેળવી લીધી. ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય હોકી ટીમે ચીનની ટીમ પર પ્રેશર ઓછું ન થવા દીધું અને આ ક્વાર્ટરમાં અભિષેકે રિવર્સ હિટ પર ગોલ કર્યો હતો. ચોથા ક્વાર્ટરમાં આ મેચમાં એક પણ ગોલ થયો ન હતો.

ભારત અત્યાર સુધીમાં ચાર વખત આ ટ્રોફી જીતી ચૂક્યું છે

અત્યાર સુધી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય હોકી ટીમનો દબદબો જોવા મળ્યો છે, જેમાં તેણે ચાર વખત ટ્રોફી જીતી છે. આ વખતે પણ ભારતે જીત સાથે શરૂઆત કરી અને અત્યાર સુધી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય હોકી ટીમનો આગામી મુકાબલો 9 સપ્ટેમ્બરે જાપાનની ટીમ સામે થશે અને ત્યારબાદ 11 સપ્ટેમ્બરે તેનો મુકાબલો મલેશિયાની ટીમ સામે થશે જેની સામે ટીમે ગત વખતે ફાઈનલમાં જીત મેળવી હતી. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો સૌથી મોટો મુકાબલો 14 સપ્ટેમ્બરે પાકિસ્તાની ટીમ સામે થશે.

આ સમાચાર શેર કરો