મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: ઈશાંત શર્માના યોર્કર સામે KKRનો ઘાતક બેટ્સમેન ભોંય ભેગો

IPL 2024ની 16મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે વિશા

VIDEO: ઈશાંત શર્માના યોર્કર સામે KKRનો ઘાતક બેટ્સમેન ભોંય ભેગો

IPL 2024ની 16મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. આ મેચમાં KKRએ RCBનો રેકોર્ડ તોડ્યો અને IPL ઈતિહાસમાં બીજો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. મેચમાં KKRના બેટરોએ DCના બોલરોની ખરાબ રીતે ધોલાઈ કરી હતી. ખાસ કરીને સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલે મેદાનની ચારે બાજુ શોટ્સ ફટકાર્યા હતા. આ મેચમાં દિલ્હી કેપિટલ્સ તરફથી છેલ્લી ઓવર ઈશાંત શર્માએ નાખી હતી. આ મેચમાં ઇશાંત શર્માએ IPL 2024નો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ અને ઘાતક યોર્કર નાખ્યો હતો.

આન્દ્રે રસેલે પણ બોલર માટે પાડી તાળીઓ

KKR માટે છેલ્લી ઓવરમાં આન્દ્રે રસેલ ખૂબ જ ખતરનાક બેટિંગ કરી રહ્યો હતો. દિલ્હીના બોલરો માટે તેને રોકવો અઘરું હતું. ઈશાંત શર્મા દિલ્હી માટે છેલ્લી ઓવર નાખવા આવ્યો હતો. ઈશાંતે આન્દ્રે રસેલને એટલો ખતરનાક અને સચોટ યોર્કર નાખ્યો કે  સ્ટમ્પ ઉખડી ગયા અને આન્દ્રે રસેલ જમીન પર પડી ગયો હતો.

આઉટ થયા બાદ રસેલ પણ ઈશાંતના આ યોર્કર બોલનો ફેન બની ગયો હતો અને બહાર જતી વખતે તેણે બોલર માટે તાળી પાડી હતી. ઈશાંતના આ ખતરનાક અને શ્રેષ્ઠ યોર્કરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો