IPL 2024 : પર્પલ કેપ હોલ્ડર મુસ્તફિઝુર રહેમાન આ કારણે વતન પરત ફર્યો
ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સને આંચકો લાગ્યો છે. પર્પલ કેપ હોલ્ડર અને સીએસકે

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સને આંચકો લાગ્યો છે. પર્પલ કેપ હોલ્ડર અને સીએસકે ટીમનો મુખ્ય બોલર મુસ્તફિઝુર રહેમાન આગામી મેચમાં ઉપલબ્ધ રહેશે નહીં. એટલું જ નહીં તે બાકીની આખી સિઝનમાંથી બહાર પણ થઈ શકે છે.
SRH સામેની મેચમાં ટીમનો ભાગ નહીં હોય
મુસ્તફિઝુર રહેમાન બાંગ્લાદેશ પરત ફરી ગયો છે. એવી સંભાવના છે કે તે પાંચમી એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાનાર આગામી મેચ માટે ઉપલબ્ધ નહીં હોય. મળેલા અહેવાલ મુજબ મુસ્તફિઝુર રહેમાન વિઝા સંબંધિત સમસ્યાને કારણે બાંગ્લાદેશ પરત ફર્યો છે. તેને યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારા T20 વર્લ્ડકપ 2024 માટે વિઝાની જરૂર છે. આ સમસ્યાના ઉકેલ માટે તે બાંગ્લાદેશ પરત ફર્યો છે.
મુસ્તફિઝુર તેના યુએસ વિઝા માટે બાયોમેટ્રિક્સ પ્રક્રિયા પૂર્ણ કરવા બાંગ્લાદેશ ગયો છે. બાયોમેટ્રિક્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી પણ, તે ભારત આવી શકશે નહીં, કારણ કે તેને પાસપોર્ટ પરત કરતા પહેલા રાહ વેઈટિંગ પીરિયડમાંથી પસાર થવું પડશે. આ દરમિયાન તે પોતાના દેશમાં જ રહેશે. જો આમ થશે તો તે ચેન્નાઈ માટે એક કરતા વધુ મેચ ગુમાવશે.






