મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અંશુમન ગાયકવાડના નિધન પર પીએમ મોદી સહિત ક્રિકેટરોએ વ્યક્ત કર્યો શોક

પૂર્વ ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ ટીમના કોચ અંશુમન ગ

ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ અંશુમન ગાયકવાડના નિધન પર પીએમ મોદી સહિત ક્રિકેટરોએ વ્યક્ત કર્યો શોક

પૂર્વ ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ ટીમના કોચ અંશુમન ગાયકલાડ નથી રહ્યા. અંશુમન લાંબા સમયથી બ્લડ કેન્સરથી પીડિત હતા. તેમની હાલત જોઈને કપિલ દેવે તેમને પૂરો સાથ આપ્યો. કપિલ દેવે તેમની મદદ માટે તેમનું પેન્શન દાન કરવાનો નિર્ણય લીધો હતો. તેમજ BCCIએ પણ મદદ કરી અને તેમની સારવાર માટે 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી, પરંતુ અંશુમન કેન્સર જેવી ગંભીર બીમારી પર કાબૂ મેળવી શક્યા નહીં અને તેમણે 71 વર્ષની વયે આ દુનિયા છોડી દીધી. ગૌતમ ગંભીર સહિત અનેક મોટી હસ્તીઓએ અંશુમન ગાયકવાડના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

અંશુમન ગાયકવાડના નિધન પર ક્રિકેટરોએ આ રીતે વ્યક્ત કર્યો શોક

પૂર્વ ભારતીય કોચ અંશુમાન ગાયકવાડનું બ્લડ કેન્સરને કારણે 71 વર્ષની વયે અવસાન થયું હતું. તેમની 12 વર્ષની કારકિર્દીમાં ગાયકવાડે 40 ટેસ્ટ અને 15 ODI મેચ રમી હતી, જેમાં તેમણે 2,254 રન બનાવ્યા હતા. તેમની કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર 1983માં જલંધરમાં પાકિસ્તાન સામે 201 રન હતો. અંશુમનની બીમારીનો સૌથી પહેલા પૂર્વ ક્રિકેટર સંદીપ પાટીલે ખુલાસો કર્યો હતો. પાટીલે જણાવ્યું હતું કે, ગાયકવાડ એક વર્ષથી વધુ સમયથી પોતાની બીમારી સામે હિંમતથી લડી રહ્યા છે અને લંડનમાં તેમની સારવાર ચાલી રહી છે.

અંશુમનની બીમારી વિશે જાણકારી મળ્યા બાદ 1983ના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન કપિલ દેવે તેમની તરફ મદદનો હાથ લંબાવ્યો. મોહિન્દર અમરનાથ, સુનીલ ગાવસ્કર, સંદીપ પાટીલ, દિલીપ વેંગસરકર, મદન લાલ, રવિ શાસ્ત્ર અને કીર્તિ આઝાદ જેવા ભૂતપૂર્વ મહાનુભાવોએ પણ તેમની બીમારીની સારવાર માટે નાણાં એકત્ર કરવામાં મદદ કરી હતી. પરંતુ કેન્સર જેવી બીમારી સામે લડતા લડતા અંશુમને દુનિયાને અલવિદા કહી દીધું. તેમના નિધન બાદ ક્રિકેટ જગતમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. પીએમ મોદીથી લઈને ભારતના નવા કોચ ગૌતમ ગંભીર સુધી ઘણા ક્રિકેટરોએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો.

આ સમાચાર શેર કરો