મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs SA / બીજી T20ના સમયમાં થયો ફેરફાર, આટલા વાગ્યે શરૂ થશે મેચ

ભારતીય ટીમ હાલમાં સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે છે, જ્યાં તે ચાર મેચની T20 સિરીઝ

IND vs SA / બીજી T20ના સમયમાં થયો ફેરફાર, આટલા વાગ્યે શરૂ થશે મેચ

ભારતીય ટીમ હાલમાં સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે છે, જ્યાં તે ચાર મેચની T20 સિરીઝ રમવા પહોંચી છે. ટીમ ઈન્ડિયાએ આ પ્રવાસમાં પ્રથમ મેચ ડરબનના કિંગ્સમીડ મેદાન પર રમી હતી જે તેણે 61 રને જીતી હતી. હવે આ સિરીઝની બીજી મેચ બંને ટીમો વચ્ચે આજે (10 નવેમ્બર) ગકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાશે. આ મેચમાં ભારતીય ટીમ જીતનો સિલસિલો જાળવી રાખવા અને સિરીઝમાં 2-0થી લીડ લેવાનો પ્રયાસ કરશે, જ્યારે સાઉથ આફ્રિકા સિરીઝમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે જેથી સિરીઝમાં 1-1ની બરાબરી કરી શકે. બંને ટીમો માટે આ મેચ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચો: IND vs SA / ભારતે બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, T20Iમાં કોઈ ટીમે નથી કર્યું આવું કારનામું

બીજી T20 મેચ આ સમયે શરૂ થશે

આ સિરીઝની બીજી મેચ સાઉથ આફ્રિકાના ગકેબરહામાં રમાશે. ડરબનમાં રમાયેલી મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે, જ્યારે હવે સિરીઝની આ બીજી મેચ એક કલાક વહેલા એટલે કે ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આવી સ્થિતિમાં ભારતીય ફેન્સના મતે આ મેચ યોગ્ય સમયે ખતમ થવાની આશા છે. ગકેબરહાની વાત કરીએ તો અહીં અત્યાર સુધી 4 T20I મેચ રમાઈ છે, જેમાંથી 2 મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી છે, જ્યારે 2 મેચમાં ટાર્ગેટ ચેઝ કરનારી ટીમ મેચ જીતવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં, ટોસ જીતનારી ટીમ માટે પહેલા બેટિંગ કરવી કે બોલિંગ કરવી તે નક્કી કરવું સરળ કામ નથી.

ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થવાની શક્યતા ઓછી છે

ડરબનમાં રમાયેલી સિરીઝની પ્રથમ મેચમાં સંજુ સેમસને બેટિંગમાં ભારતીય ટીમ માટે કમાલ કરી હતી, જ્યારે વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈ બંનેએ બોલિંગમાં શાનાદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં તેઓએ 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય અર્શદીપ સિંહ પણનવા બોલથી વિકેટ લેવામાં સફળ રહ્યો હતો, તેથી ભારતીય ટીમ પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યા વિના આ મેચ રમવાનો નિર્ણય કરી શકે છે.

આ સમાચાર શેર કરો