મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs NZ / બેટ્સમેનો કરશે રનોનો વરસાદ કે બોલરોનો ચાલશે જાદુ, દુબઈની પિચથી કોને મળી શકે છે મદદ?

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલ માટે ચારેય ટીમોની નક્કીથઈ ગઈ છે. ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્

IND vs NZ / બેટ્સમેનો કરશે રનોનો વરસાદ કે બોલરોનો ચાલશે જાદુ, દુબઈની પિચથી કોને મળી શકે છે મદદ?

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમીફાઈનલ માટે ચારેય ટીમોની નક્કીથઈ ગઈ છે. ભારત, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટીમો સેમીફાઈનલમાં પ્રવેશી ચૂકી છે. પરંતુ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ગ્રુપ સ્ટેજમાં એક મેચ બાકી છે, જે બંને ટીમો વચ્ચે આજે એટલે કે 2 માર્ચે દુબઈના મેદાન પર રમાશે. સેમીફાઈનલ પહેલા તૈયારી કરવા માટે બંને ટીમો માટે આ એક સારી તક છે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને અજમાવી શકે છે. આ પહેલા, ચાલો જાણીએ કે દુબઈના મેદાનની પિચ કેવી હોઈ શકે?

સ્પિનરોને મદદ મળી શકે છે

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ સ્પિનરો માટે અનુકૂળ રહેવાની અપેક્ષા છે. આ પિચ પર બેટ્સમેન માટે રન બનાવવા મુશ્કેલ બની શકે છે. આ કારણોસર, તે ઓછા સ્કોરવાળી મેચ હોઈ શકે છે. ફાસ્ટ બોલરો અહીં નવા બોલથી સારી શરૂઆત કરી શકે છે. પરંતુ જેમ જેમ રમત આગળ વધશે તેમ તેમ સ્પિનરોને થોડી મદદ મળી શકે છે.

આ સ્ટેડિયમમાં કુલ 60 મેચ રમાઈ છે

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 60 ODI મેચ રમાઈ છે, જેમાંથી પહેલા બેટિંગ કરનારી ટીમે 22 મેચ જીતી છે. જ્યારે પહેલા બોલિંગ કરનારી ટીમે 36 મેચ જીતી છે. આ કારણોસર, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં ટોસ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. જે પણ ટીમ ટોસ જીતશે તે પહેલા બોલિંગ કરવા માંગશે.

ઈંગ્લેન્ડની ટીમે બનાવ્યો છે સૌથી વધુ સ્કોર

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ ઈનિંગનો એવરેજ સ્કોર 219 રન છે. બીજી ઈનિંગની એવરેજ 193 રન રહી છે. આ મેદાન પર સૌથી વધુ સ્કોર ઈંગ્લેન્ડની ટીમે 2015માં પાકિસ્તાન સામે બનાવ્યો હતો. ત્યારે ઈંગ્લેન્ડે ODI મેચમાં 355 રન બનાવ્યા હતા. સૌથી ઓછો સ્કોર કરવાનો રેકોર્ડ નામિબિયાના નામે છે. નામિબિયાએ યુએઈ સામે 91 રન બનાવ્યા હતા.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે બંને ટીમોની સ્કવોડ

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી.

ન્યૂઝીલેન્ડ: વિલ યંગ, ડેવોન કોનવે, કેન વિલિયમસન, ડેરિલ મિચેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, મેટ હેનરી, વિલિયમ ઓ'રુર્ક, રચિન રવિન્દ્ર, માર્ક ચેપમેન, કાલ જેમીસન, જેકબ ડફી.

આ સમાચાર શેર કરો