મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

શું રિષભ પંતની જગ્યાએ બીજો કોઈ બેટ્સમેન બેટિંગ કરી શકે છે? જાણો શું છે રિપ્લેસમેન્ટ નિયમ?

ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસે બેટિંગ કરતા સમયે રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. તેને

શું રિષભ પંતની જગ્યાએ બીજો કોઈ બેટ્સમેન બેટિંગ કરી શકે છે? જાણો શું છે રિપ્લેસમેન્ટ નિયમ?

ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસે બેટિંગ કરતા સમયે રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. તેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની ઈજાનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. જોકે, સ્કેન રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે. પંત બીજા દિવસે બેટિંગ માટે આવશે કે નહીં તે અત્યારે કંઈ કહેવું મુશ્કેલ છે. જો સ્કેન રિપોર્ટમાં બધું બરાબર હશે, તો પંત બેટિંગમાં પાછો આવી શકે છે. પંતને રિટાયર્ડ હર્ટ થયો છે. જો કોઈ બેટ્સમેન રિટાયર્ડ આઉટ થાય છે, તો તે બેટિંગ માટે પાછો નહીં આવી શકે. અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે જો પંતની ઈજા ગંભીર છે, તો શું ટીમ ઈન્ડિયાને કન્કશનનો વિકલ્પ મળશે?

વિકેટકીપર ઋષભ પંત ભારતીય ઇનિંગ્સના 68મા ઓવરના ચોથા બોલ પર ઘાયલ થયો હતો. ક્રિસ વોક્સના આ ઓવરના ચોથા બોલ પર ઋષભ પંત રિવર્સ સ્વીપ રમવા માંગતો હતો. પરંતુ તે બોલને યોગ્ય રીતે જોડી શક્યો નહીં અને બોલ બેટથી ચૂકી ગયો અને સીધો તેના પગમાં વાગ્યો. આ પછી પંત લાંબા સમય સુધી પીડાથી કણસતો જોવા મળ્યો. ઈજા પછી તરત જ ફિઝિયો મેદાનની અંદર આવ્યા અને લાંબા સમય સુધી તેની સાથે વાત કરી. બાદમાં તેને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં તેની ઈજાનું સ્કેનિંગ કરવામાં આવ્યું. બોલ વાગ્યા પછી પંતનો પગ ફૂલી ગયો અને લોહી વહેવા લાગ્યું. તે તેના પગ પર ભાર મૂકી શક્યો નહતો.

નિયમો અનુસાર નહીં મળે પંતનો સબ્સ્ટીટ્યૂટ

જો ઋષભ પંત ફરીથી બેટિંગ કરવા નહીં આવે, તો શું ટીમ ઈન્ડિયાને તેના સ્થાને કન્કશન સબ્સ્ટીટ્યૂટ મળશે? ICCના નિયમો અનુસાર, કન્કશન સબ્સ્ટીટ્યૂટ તે સમયે જ્યારે કોઈ ટીમને મળે છે, જ્યારે કોઈ ખેલાડીના માથામાં ઈજા થઈ હોય અને તે આગળ રમવાનું ચાલુ રાખી શકતો નથી. આનો અર્થ એ થાય કે ઈજા પછી તેને માથામાં દુખાવો થાય છે અને તેની આંખેથી ઝાંખુ દેખાય છે. આ સ્થિતિમાં તેની જગ્યાએ સમાન ખેલાડીને લેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો પંત આગળ રમી નથી શકતો તો ધ્રુવ જુરેલને તેની જગ્યાએ ઈંગ્લેન્ડની ઇનિંગ્સમાં વિકેટકીપિંગ કરતા જોઈ શકાય છે. પરંતુ જુરેલ બેટિંગ કરી શકતો નથી. કારણ કે પંતને પગમાં ઈજા છે. આવી સ્થિતિમાં ભારતને સબ્સ્ટીટ્યૂટ ફિલ્ડર મળી શકે છે બેટ્સમેન નહીં.

આંગળીની ઈજામાંથી સ્વસ્થ થયા પછી પંતે લોર્ડ્સ ટેસ્ટમાં કરી હતી વાપસી 

સુદર્શન સાથે બેટિંગ કરી રહેલા પંત (48 બોલમાં 37 રન, રિટાયર્ડ હર્ટ) ક્રિસ વોક્સનો રિવર્સ હિટ ચૂકી ગયો હતો. બોલ પંતના જમણા પગમાં વાગ્યો હતો, જેના કારણે તેને ખૂબ દુખાવો થયો હતો અને અંતે તેને ગોલ્ફ કાર્ટમાં મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. તેના પગમાંથી લોહી પણ નીકળતું જોવા મળ્યું હતું, જેનાથી ભારતીય ચાહકો અને ડ્રેસિંગ રૂમમાં હાજર દરેક વ્યક્તિ ચિંતિત હતા. લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન વિકેટકીપિંગ કરતી વખતે આંગળીની ઈજામાંથી સ્વસ્થ થયા પછી પંતે આ મેચ રમી હતી.

આ સમાચાર શેર કરો