Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : KL Rahul's big achievement in Manchester Test joins Sachin-Dravid-Kohli's club

માન્ચેસ્ટર ટેસ્ટમાં કેએલ રાહુલની મોટી સિદ્ધિ, સચિન-દ્રવિડ-કોહલીની ક્લબમાં સામેલ થયો

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2025
લાઇવ ટીવીGoogle News
માન્ચેસ્ટર ટેસ્ટમાં કેએલ રાહુલની મોટી સિદ્ધિ, સચિન-દ્રવિડ-કોહલીની ક્લબમાં સામેલ થયો
સોર્સ : Google

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની ચોથી મેચ માન્ચેસ્ટરમાં રમાઇ રહી છે. આ દરમિયાન ભારતીય બેટ્સમેન કેએલ રાહુલે ઇતિહાસના પાનામાં પોતાનું નામ સામેલ કરાવ્યું છે.

App Store

ઇંગ્લેન્ડમાં કેએલ રાહુલના ટેસ્ટમાં 1000 રન પૂર્ણ

રાહુલે પ્રથમ ઇનિગ્સમાં રમતા ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડની ધરતી પર 1000 રન પૂર્ણ કર્યા છે. રાહુલ આ સિદ્ધિ મેળવનાર ક્રિકેટ ઇતિહાસમાં પાંચમો ભારતીય ખેલાડી બન્યો છે.

રાહુલ પહેલા સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીએ આ સિદ્ધિ મેળવી છે. કેએલ રાહુલે ઇંગ્લેન્ડમાં ટેસ્ટમાં 13 મેચમાં લગભગ 42ની એવરેજ સાથે 1000ની ઉપર રન બનાવ્યા છે.

રાહુલ ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડમાં ચાર સદી ફટકારી ચુક્યો છે. રાહુલે ગત મેચમાં લૉર્ડ્સમાં શાનદાર સદી ફટકારી હતી.ઇંગ્લેન્ડમાં રાહુલનો બેસ્ટ સ્કોર 149 રન રહ્યો છે.

રાહુલે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આ સિરીઝમાં 400 કરતા વધારે રન બનાવ્યા છે. રાહુલે આ દરમિયાન સિરીઝમાં બે અડધી સદી અને એક સદી ફટકારી છે. રાહુલનો આ સિરીઝમાં બેસ્ટ સ્કોર 137 રન રહ્યો છે.

ભારતીય ટીમ માટે કોઇ પણ સ્થિતિમાં આ મેચ જીતવી જરૂરી છે. ભારતીય ટીમ સિરીઝમાં 1-2થી પાછળ છે. જો તે આ મેચ હારી જાય છે તો સિરીઝ પણ ગુમાવી દેશે.