IPL 2026 / 21 કરોડમાં વેચાયો કેમરોન ગ્રીન, પૃથ્વી શોને પણ મળ્યો ખરીદદાર; KKRએ સૌથી વધુ ખર્ચ કર્યો

IPL 2026નું મિની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે યોજાશે. ઓક્શન માટે કુલ 359 ખેલાડીઓ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, પરંતુ મહત્તમ 77 ખેલાડીઓ જ ખરીદી શકાશે. આ દરમિયાન સ્ટાર ખેલાડીઓને ખરીદવા માટે 10 ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા થશે. આ મિની ઓક્શન પહેલા ભૂતપૂર્વ ભારતીય ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર મોક ઓક્શન કર્યું હતું. ફેન્સે બધી 10 IPL ટીમો માટે બોલી લગાવી હતી, જેમાં કેમેરોન ગ્રીન સૌથી વધુ ડિમાન્ડમાં રહ્યો હતો.
મોક ઓક્શનમાં કેમેરોન ગ્રીન પર થયો પૈસાનો વરસાદ
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન પર આ મોક ઓક્શનમાં સૌથી મોટી બોલી લાગી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 21 કરોડ રૂપિયામાં તેની ટીમમાં ઉમેર્યો હતો. કોલકાતા નાઈટ રાઇડર્સ પણ જોરદાર બોલી લગાવી રહ્યું હતું. બંને ટીમોને સ્ટાર ઓલરાઉન્ડરની જરૂર છે, તેથી મિની ઓક્શનમાં કેમેરોન ગ્રીન માટે આવી જ બિડિંગ વોર થઈ શકે છે. ઈંગ્લેન્ડનો લિયામ લિવિંગસ્ટોન પણ ખૂબ મોંઘો ખેલાડી બન્યો હતો. કોલકાતાએ તેને 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો, જે બીજા ક્રમનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. આ દરમિયાન યુવા ભારતીય ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર પણ 17.5 કરોડ રૂપિયામાં કોલકાતામાં ગયો હતો.
પૃથ્વી શોને પણ ખરીદદાર મળ્યો
એક સમયે ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ગણાતા પૃથ્વી શોને પણ આ મોક ઓક્શનમાં ખરીદદાર મળ્યો. ગયા વર્ષની મેગા ઓક્શનમાં તે અનસોલ્ડ રહ્યો હતો. જોકે, મોક ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે પૃથ્વી શોને 5.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો, જેનાથી તેની IPL વાપસીની આશા જાગી છે. ભારતીય સ્પિનર રવિ બિશ્નોઈ પણ મોંઘો રહ્યો, હૈદરાબાદે તેને 10.5 કરોડ રૂપિયામાં ખરીદ્યોદ્યા. દિલ્હીએ સ્ટાર બોલર મથિશા પથિરાના માટે 7 કરોડ રૂપિયા ખર્ચ્યા. આ દરમિયાન, સ્ટીવ સ્મિથ અને ડેવોન કોનવે જેવા અનુભવી ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા હતા.
મોક ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ ખેલાડીઓની યાદી
- કેમેરોન ગ્રીન - 21 કરોડ રૂપિયા, CSK
- લિયામ લિવિંગસ્ટોન - 18.5 કરોડ રૂપિયા, KKR
- વેંકટેશ અય્યર - 17.5 કરોડ રૂપિયા, KKR
- રવિ બિશ્નોઈ - 10.5 કરોડ રૂપિયા, SRH
- જેસન હોલ્ડર - 9 કરોડ રૂપિયા, LSG
- મતિશા પથિરાના - 7 કરોડ રૂપિયા, DC
- પૃથ્વી શો - 5.25 કરોડ રૂપિયા, KKR
- ડેવિડ મિલર - 4.5 કરોડ રૂપિયા, PBKS
- જોની બેરસ્ટો - 3.75 કરોડ રૂપિયા, KKR
- ટિમ સીફર્ટ - 3 કરોડ રૂપિયા, DC
- બેન ડકેટ - 4 કરોડ રૂપિયા, KKR
- જેમી સ્મિથ - 3.75 કરોડ રૂપિયા, DC
- આકાશ દીપ - 3.25 કરોડ રૂપિયા, CSK
- આકિબ નબી - 3 કરોડ રૂપિયા, DC
- વાનિન્દુ હસરંગા - 2 કરોડ રૂપિયા, LSG
- રચિન રવિન્દ્ર - 2.25 કરોડ રૂપિયા, PBKS
- મુસ્તફિઝુર રહેમાન - 3.5 કરોડ રૂપિયા, RCB
- એનરિક નોર્કિયા - 3 કરોડ રૂપિયા, SRH
- રાહુલ ચહર - 3.25 કરોડ રૂપિયા, RR
- જોશ ઈંગ્લિસ - 2 કરોડ રૂપિયા, CSK
- અકીલ હુસૈન - 2 કરોડ રૂપિયા, CSK
- અભિનવ મનોહર - 1.75 કરોડ રૂપિયા, LSG
- સ્ટીવ સ્મિથ - અનસોલ્ડ
- ડેવોન કોનવે - અનસોલ્ડ
- જેક ફ્રેઝર મેકગર્ક - અનસોલ્ડ

