Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : What will be the strategy of 10 franchises in IPL 2026 Mini Auction

IPL 2026 / મિની ઓક્શનમાં કઈ ટીમ ક્યા ખેલાડીને ખરીદવા માંગશે, શું હશે તમામ ફ્રેન્ચાઈઝીની રણનીતિ? અહીં જાણો

Timeછેલ્લું અપડેટ : 17 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IPL 2026 / મિની ઓક્શનમાં કઈ ટીમ ક્યા ખેલાડીને ખરીદવા માંગશે, શું હશે તમામ ફ્રેન્ચાઈઝીની રણનીતિ? અહીં જાણો
સોર્સ : GSTV

IPL 2026 મિની ઓક્શન પહેલા, બધી ફ્રેન્ચાઈઝીઓએ તેમની રિટેન્શન અને રિલીઝ યાદીઓ જાહેર કરી છે. આ નિર્ણયો દર્શાવે છે કે દરેક ટીમ કેટલી સંતુલિત છે અને તેમને કયા ક્ષેત્રોમાં સુધારો કરવાની જરૂર છે. આન્દ્રે રસેલ, વેંકટેશ અય્યર, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ, ડેવિડ મિલર, રવિ બિશ્નોઈ, મહિશ તીક્ષણા અને વાનિન્દુ હસરંગા જેવા મુખ્ય ખેલાડીઓની રિલીઝ સાથે, આ ઓક્શન અત્યંત રસપ્રદ બનવાની તૈયારીમાં છે. ચાલો ઓક્શનમાં દરેક ટીમની જરૂરિયાતો અને તેમની વ્યૂહરચના શું હશે તે અંગે જાણીએ.

App Store

બધી ટીમોનું પર્સ

  • KKR- 64.3 કરોડ રૂપિયા
  • CSK- 43.4 કરોડ રૂપિયા
  • SRH- 25.5 કરોડ રૂપિયા
  • LSG- 22.95 કરોડ રૂપિયા
  • DC- 21.8 કરોડ રૂપિયા
  • RCB- 16.4 કરોડ રૂપિયા
  • RR- 16.05 કરોડ રૂપિયા
  • GT- 12.9 કરોડ રૂપિયા
  • PBKS- 11.5 કરોડ રૂપિયા
  • MI- 2.75 કરોડ રૂપિયા

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)

ઉપલબ્ધ સ્લોટ: 9 (વિદેશી ખેલાડીઓ માટે 4 સ્લોટ)

ઓક્શનમાંથી શું જોઈએ છે?

CSKનું સૌથી મોટું નુકસાન સેમ કરનની વિદાય છે. તેથી, ફ્રેન્ચાઈઝીની પ્રથમ પ્રાથમિકતા એક ટોપ ક્લાસના વિદેશી ઓલરાઉન્ડરની હશે. તેની પાસે પૂરતા રૂપિયા છે, તેથી તે રસેલ, મેક્સવેલ, લિવિંગસ્ટોન અથવા કેમેરોન ગ્રીન જેવા મોટા નામોનો પાછળ જઈ શકે છે. વધુમાં, મથીષા પથિરાનાને રિલીઝ કર્યા પછી, CSK સીમ-બોલિંગ બેકઅપ પણ ઈચ્છશે, ખાસ કરીને નાથન એલિસને ટેકો આપવા માટે. ચેન્નઈ તેની રણનીતિમાં સ્થિર રહે છે, તેથી તે ક્વોલિટી ખેલાડીઓ પર ભરપૂર ખર્ચ કરી શકે.

દિલ્હી કેપિટલ્સ (DC)

ઉપલબ્ધ સ્લોટ: 8 (વિદેશી ખેલાડીઓ માટે 5 સ્લોટ)

ઓક્શનમાંથી શું જોઈએ છે?

DCએ ફાફ ડુ પ્લેસિસ અને જેક ફ્રેઝર-મેકગર્ક જેવા ટોપ ઓર્ડર ખેલાડીઓને રિલીઝ કર્યા છે, જેનાથી ટોપ ઓર્ડરમાં સ્પષ્ટ ઉણપ દેખાઈ રહી છે. ટીમ પાસેફક્ત ત્રણ વિદેશી ખેલાડીઓ બાકી હોવાથી, તેને ઓક્શનમાં ઘણા વિદેશી સ્લોટ ભરવાની જરૂર પડશે. ઓક્શનમાં DCનું ધ્યાન ટોપ ઓર્ડરના બેટ્સમેન, પાવર-હિટર્સ અને ત્રણ કે ચાર વિદેશી વિકલ્પો મેળવવા પર રહેશે. ટીમ વેંકટેશ અય્યર અને જોશ ઈંગ્લિસમાં પર ખર્ચ કરી શકે છે.

ગુજરાત ટાઈટન્સ (GT)

ઉપલબ્ધ સ્લોટ: 5 (વિદેશી ખેલાડીઓ માટે 4 સ્લોટ)

ઓક્શનમાંથી શું જોઈએ છે?

GTનો સૌથી મોટો ગેપ છે ફિનિશરનો, કારણ કે શેરફેન રધરફોર્ડ હવે ટીમનો ભાગ નથી. વધુમાં, ટીમ સંતુલન મજબૂત કરવા માટે ઓછામાં ઓછા એક ઓલરાઉન્ડરને ઉમેરવાનો પ્રયાસ કરશે. તે એવા ખેલાડીઓ શોધશે જે ડેથ ઓવર્સમાં મેચ પૂર્ણ કરી શકે, એટલે કે તે મેચ ફિનિશર્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. તે આન્દ્રે રસેલ, લિવિંગસ્ટોન, વિજય શંકર, મહિપાલ લોમરોર, ડેવિડ મિલર અને મેક્સવેલમાંથી કોઈપણને લક્ષ્ય બનાવી શકે છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)

ઉપલબ્ધ સ્લોટ: 13 (વિદેશી ખેલાડીઓ માટે 6 સ્લોટ)

ઓક્શનમાંથી શું જોઈએ છે?

KKRએ ઓક્શનથી પહેલા સૌથી વધુ ખેલાડીઓને રિલીઝ કર્યા છે. રસેલ, વેંકટેશ અય્યર, ડી કોક અને ગુરબાઝ બધાને ફ્રેન્ચાઈઝી દ્વારા રિલીઝ કરવામાં આવ્યા છે. ટીમને લગભગ દરેક વિભાગમાં સ્લોટ ભરવાની જરૂર છે. તેની સૌથી મહત્ત્વપૂર્ણ જરૂરિયાતોમાં વિકેટકીપર, ઓપનિંગ બેટ્સમેન અને અનુભવી ઓલરાઉન્ડરનો સમાવેશ થાય છે. વધુ પૈસા સાથે, KKR કોઈપણ મુખ્ય ખેલાડીને સાઈન કરવાની ક્ષમતા ધરાવે છે. આ ટીમ સૌથી આક્રમક બોલી લગાવતી ફ્રેન્ચાઈઝી બની શકે છે. ટીમ મેકગર્ક, ડુ પ્લેસિસ, રચિન રવિન્દ્ર, કોનવે અને મિલરને લક્ષ્ય બનાવી શકે છે. કોનવેના રૂપમાં તેને ઓપનિંગ બેટ્સમેન મળી શકે છે.

લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)

ઉપલબ્ધ સ્લોટ: 6 (વિદેશી ખેલાડીઓ માટે 4 સ્લોટ)

ઓક્શનમાંથી શું જોઈએ છે?

LSGએ ડેવિડ મિલર અને રવિ બિશ્નોઈ જેવા મુખ્ય ખેલાડીઓને રિલીઝ કર્યા છે. તેથી, ટીમને દિગ્વેશ રાઠીનો સાથ આપવા માટે સારા સ્પિનરની અને એક મેચ ફિનિશરની ખૂબ જરૂર છે. LSGને એક પાવર-હિટિંગ મિડલ-ઓર્ડર બેટ્સમેન, એક ક્વોલિટી લેગ-સ્પિનર ​​અને એક ઓલરાઉન્ડરની જરૂર છે. LSG હંમેશા ડેટા-આધારિત વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે, તેથી તે સ્માર્ટ ખરીદી કરવા માટે વિચારી શકે છે. ટીમની નજર રમનદીપ સિંહ, ક્વિન્ટન ડી કોક, રસેલ, રચિન રવિન્દ્ર, એડમ ઝમ્પા, હસરંગા અથવા મહિષ તીક્ષણા પર હોઈ શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સ (MI)

ઉપલબ્ધ સ્લોટ: 5 (વિદેશી ખેલાડી માટે 1 સ્લોટ)

ઓક્શનમાંથી શું જોઈએ છે?

મુંબઈ ઈન્ડિયન્સ પહેલેથી જ ખૂબ સંતુલિત દેખાય છે. તેના પર્સમાં ફક્ત 2.75 કરોડ રૂપિયા બાકી હોવાથી, તે મોટા  ખેલાડીઓ પાછળ નહીં જાય. તે ફક્ત લો-પ્રોફાઈલ સ્થાનિક ખેલાડીઓ લેવા માંગશે, જે તેની બેન્ચ સ્ટ્રેન્થ મજબૂત કરી શકે છે. આ મિની ઓક્શન MI માટે શાંત રહેવાની અપેક્ષા છે.

પંજાબ કિંગ્સ (PBKS)

ઉપલબ્ધ સ્લોટ: 4 (વિદેશી ખેલાડીઓ માટે 2 સ્લોટ)

ઓક્શનમાંથી શું જોઈએ છે?

પંજાબની પ્લેઇનગ ઈલેવન લગભગ નક્કી છે. તેના મર્યાદિત પર્સને કારણે, ટીમ ફક્ત ફિલ-અપ ખેલાડીઓ ખરીદશે. ઓક્શનમાં પંજાબનું પ્રદર્શન ખૂબ જ શાંત રહેવાની અપેક્ષા છે. ટીમ સ્ટોઈનિસ માટે ફક્ત બેકઅપ ઓલરાઉન્ડર અને અનુભવી મિડલ-ઓર્ડર બેટ્સમેનની શોધમાં હશે. તેની નજર ડેવિડ મિલરની વાપસી અને મજબૂત બેકઅપ સુનિશ્ચિત કરવા માટે રચિન રવિન્દ્ર અથવા કોનવેમાંથી કોઈ એકને ખરીદવા પર હશે.

રાજસ્થાન રોયલ્સ (RR)

ઉપલબ્ધ સ્લોટ: 9 (વિદેશી ખેલાડી માટે 1 સ્લોટ)

ઓક્શનમાંથી શું જોઈએ છે?

RRએ તેના ત્રણ મુખ્ય સ્પિનર્સને થિક્ષણા, હસરંગા અને કાર્તિકેયને રિલીઝ કર્યા છે. રવિન્દ્ર જાડેજાના રૂપમાં અનુભવી સ્પિનર ​​હોવા છતાં, જયપુરની પિચને ધ્યાનમાં રાખીને તેઓ હજુ પણ એક કે બે વધુ સ્પિન વિકલ્પો રાખવા માંગશે. ટીમને અનુભવી ફાસ્ટ બોલરની પણ ખૂબ જરૂર છે. ટીમ પાસે ફક્ત એક જ વિદેશી સ્લોટ છે, તેથી તેને ભારતીય સ્પિનર્સ પર બોલી લગાવવી પડશે. રાજસ્થાનનું લક્ષ્ય અનુભવી લેગ-સ્પિનર ​​કર્ણ શર્મા અને રવિ બિશ્નોઈ હશે. વૈકલ્પિક રીતે, તે મેક્સવેલ જેવા સારા સ્પિનર ​​અને બેટ્સમેનને ખરીદી શકે છે અને પછી ફાસ્ટ બોલિંગ વિકલ્પ પસંદ કરી શકે છે.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)

ઉપલબ્ધ સ્લોટ: 8 (વિદેશી ખેલાડીઓ માટે 2 સ્લોટ)

ઓક્શનમાંથી શું જોઈએ છે?

RCBની પ્રાથમિક જરૂરિયાત હેઝલવુડની ગેરહાજરી દૂર કરવા અથવા વર્કલોડમાં મદદ કરવા માટે વિદેશી ફાસ્ટ બોલિંગ બેકઅપની છે. ટીમે લુંગી ન્ગીડીને રિલીઝ કર્યો છે. તેને યશ દયાલ માટે બેકઅપની પણ જરૂર પડશે, કારણ કે તે ગઈ સિઝનમાં સારા ફોર્મમાં નહતો. ભુવનેશ્વરને ટેકો આપવા માટે ડેથ-ઓવર સ્પેશિયલિસ્ટની પણ જરૂર છે. RCB તેના બોલિંગ વિભાગને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)

ઉપલબ્ધ સ્લોટ: 10 (વિદેશી ખેલાડીઓ માટે 2 સ્લોટ)

ઓક્શનમાંથી શું જોઈએ છે?

ઝમ્પા અને રાહુલ ચહરને રિલીઝ કર્યા પછી, હૈદરાબાદ બે અનુભવી સ્પિનર્સ શોધી રહ્યું છે. ટીમ ભારતીય સ્પિનર ​​શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેમાં રવિ બિશ્નોઈ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ટીમ હસરંગા અથવા તીક્ષણાને પણ લક્ષ્ય બનાવી શકે છે. હૈદરાબાદને એક ઓલરાઉન્ડર અને એક ભારતીય ફાસ્ટ બોલરની પણ જરૂર છે. શમીને ટ્રેડ કર્યા પછી, હૈદરાબાદ તેના બોલિંગ વિભાગને મજબૂત બનાવવાનો પ્રયાસ કરશે. સનરાઈઝર્સ હંમેશા બોલ્ડ પસંદગીઓ કરે છે, તેથી તે કેટલાક અનોખા ખેલાડીઓ પર વિચાર કરી શકે છે. ટીમ આકાશ માધવાલ, ચેતન સાકરિયા, કમલેશ નાગરકોટી, આકાશ દીપ, અથવા રાજવર્ધન હંગેરગેકરને લક્ષ્ય બનાવી શકે છે. પથિરાના અને નોર્ટજે પણ ફ્રેન્ચાઈઝીની નજરમાં હશે.