Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL 2026 mini auction date and venue announced

IPL 2026ના મિની ઓક્શન માટે તારીખ અને સ્થળ જાહેર, વિદેશી ધરતી પર થશે ખેલાડીઓની હરાજી

Timeછેલ્લું અપડેટ : 14 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IPL 2026ના મિની ઓક્શન માટે તારીખ અને સ્થળ જાહેર, વિદેશી ધરતી પર થશે ખેલાડીઓની હરાજી
સોર્સ : GSTV

દરેક ક્રિકેટ ફેન હાલમાં IPLના રિટેન્શન અને મિની ઓક્શનને લઈને ઉત્સુક છે. ફેન્સ જાણવા માંગે છે કે આ વખતે કયો ખેલાડી કઈ નવી ટીમ સાથે જોડાશે? કઈ ટીમને નવો કેપ્ટન મળશે? કેટલા ખેલાડી તેમની જૂની ટીમમાં જ રહેશે? આ પ્રશ્નોના જવાબ ટૂંક સમયમાં મળી જશે. આ પહેલા તમને જણાવીએ દઈએ કે IPL 2026 મિની ઓક્શનની તારીખ અને વેન્યુ જાહેર થઈ ગયા છે, મિની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે. આ સતત ત્રીજું વર્ષ હશે જ્યારે IPLનું ઓક્શન વિદેશમાં યોજાશે. 2024નું ઓક્શન દુબઈમાં પહેલીવાર વિદેશમાં યોજાયું હતું. 2025ની સિઝન માટે બે દિવસીય મેગા ઓક્શન પણ જેદ્દાહમાં યોજાયું હતું.

App Store

2026ની સિઝન માટે મિની ઓક્શન એક જ દિવસનું હશે. ઓક્શનમાં પ્રવેશતા પહેલા, ફ્રેન્ચાઈઝીઓએ 15 નવેમ્બરના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં BCCIને રિટેન કરેલા અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી આપવાની રહેશે. ત્યારબાદ ખેલાડીઓનો રજિસ્ટર્ડ પૂલ શોર્ટલિસ્ટ કરવા માટે મોકલવામાં આવશે. ત્યારબાદ IPLના ઓક્શન પૂલને અંતિમ સ્વરૂપ આપવા માટે ખેલાડીઓને તે યાદીમાંથી શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

મુંબઈ બે ખેલાડીઓનો ટ્રેડ કર્યા

ગુરુવારે, પાંચ વખતના ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ ભારતીય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર અને શેરફેન રધરફોર્ડને અનુક્રમે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) પાસેથી 2 કરોડ રૂપિયામાં અને ગુજરાત ટાઈટન્સ (GT) પાસેથી 2.60 કરોડ રૂપિયામાં કેશ ડીલ સાથે ટીમમાં સામેલ કર્યા હતા. એક અલગ ડીલમાં, LSG એ અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સ પાસેથી તેની બેઝ પ્રાઈઝ 30 લાખ રૂપિયામાં હસ્તગત કર્યો હતો.