Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : IPL 2026 Auction date venue remaining slots and all team purse

IPL 2026 Auction / 77 ખેલાડીઓ પર થશે 238 કરોડનો વરસાદ, જાણો કઈ ટીમ કેટલા રૂપિયા સાથે ઓક્શનમાં લેશે ભાગ

Timeછેલ્લું અપડેટ : 16 Nov 2025
લાઇવ ટીવીGoogle News
IPL 2026 Auction / 77 ખેલાડીઓ પર થશે 238 કરોડનો વરસાદ, જાણો કઈ ટીમ કેટલા રૂપિયા સાથે ઓક્શનમાં લેશે ભાગ
સોર્સ : GSTV

આ વખતે IPL ઓક્શનમાં આન્દ્રે રસેલ, રચિન રવિન્દ્ર, ડેવોન કોનવે, ડેવિડ મિલર, જોશ ઈંગ્લિશ, ગ્લેન મેક્સવેલ, લિયામ લિવિંગસ્ટોન અને વનિન્ડો હસરંગા જેવા મુખ્ય વિદેશી ખેલાડીઓ ભાગ લેશે, જેમને તેમની ટીમો દ્વારા રિલીઝ કરવામાં આવ્યા છે. જોકે, ઓક્શનમાં વિદેશી ખેલાડીઓ માટે કુલ 77 સ્લોટમાંથી ફક્ત 27 સ્લોટ ઉપલબ્ધ છે.

App Store

તમને જણાવી દઈ કે આ વખતે IPL ઓક્શન એક દિવસ માટે યોજાશે, કારણ કે તે એક મિની ઓક્શન હશે. IPLમાં કુલ 10 ટીમો રમે છે અને દરેક ટીમ તેની સ્કવોડમાં વધુમાં વધુ 25 ખેલાડીઓનો સમાવેશ કરી શકે છે. ચાલો તમને IPL ઓક્શન અને ટીમો સંબંધિત નિયમો વિશે જણાવીએ.

IPL ટીમમાં કેટલા ખેલાડીઓ હોઈ શકે છે?

એક ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓનો સમાવેશ કરી શકાય છે.

IPL ટીમમાં કેટલા વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે?

એક ટીમમાં વધુમાં વધુ 8 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થઈ શકે છે.

IPL 2026 ઓક્શનમાં બોલી લગાવવા માટે કેટલા સ્લોટ ઉપલબ્ધ થશે?

IPL ઓક્શનમાં ભાગ લેનારા ખેલાડીઓને થોડા દિવસોમાં શોર્ટલિસ્ટ કરવામાં આવશે. વધુમાં વધુ 77 ખેલાડીઓ ખરીદી શકાય છે, કારણ કે 10 ટીમોના કુલ મળીને તેટલા જ ખાલી સ્લોટ છે. KKR પાસે સૌથી વધુ સ્લોટ ખાલી છે, તેઓ 13 ખેલાડીઓ ખરીદી શકે છે. પંજાબ કિંગ્સ પાસે સૌથી ઓછા સ્લોટ ખાલી છે, તેણે 21 ખેલાડીઓને રિટેન કર્યા છે. વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો ઓક્શનમાં બધી ટીમો માટે વિદેશી ખેલાડીઓના કુલ 27 સ્લોટ ઉપલબ્ધ છે. 

બધી ટીમોના ખાલી સ્લોટ

  • CSK: 9 (4 વિદેશી)
  • MI: 5 (1 વિદેશી)
  • KKR: 13 (6 વિદેશી)
  • RCB: 8 (2 વિદેશી)
  • SRH: 10 (2 વિદેશી)
  • GT: 5 
  • RR: 9 (1 વિદેશી)
  • LSG: 6 (4 વિદેશી)
  • DC: 8 (5 વિદેશી)
  • PBKS: 4 (2 વિદેશી)

બધી ટીમોનું પર્સ

  • KKR- 64.3 કરોડ રૂપિયા
  • CSK- 43.4 કરોડ રૂપિયા
  • SRH- 25.5 કરોડ રૂપિયા
  • LSG- 22.95 કરોડ રૂપિયા
  • DC- 21.8 કરોડ રૂપિયા
  • RCB- 16.4 કરોડ રૂપિયા
  • RR- 16.05 કરોડ રૂપિયા
  • GT- 12.9 કરોડ રૂપિયા
  • PBKS- 11.5 કરોડ રૂપિયા
  • MI- 2.75 કરોડ રૂપિયા

બધી ટીમોના કુલ પર્સ બેલેન્સ વિશે વાત કરીએ તો તે લગભગ 238 કરોડ રૂપિયા છે, જે ટીમો ઓક્શનમાં ખેલાડીઓ મેળવવા માટે ખર્ચ કરશે. KKR પાસે સૌથી વધુ પર્સ છે અને મુંબઈ ઇન્ડિયન્સ પાસે સૌથી ઓછું પર્સ છે.

IPL 2026 ઓક્શન ક્યારે અને ક્યાં યોજાશે?

IPL 2026 ઓક્શન 16 ડિસેમ્બરના રોજ અબુ ધાબીમાં યોજશે. આ મિની ઓક્શન હોવાથી તેનું આયોજન માત્ર ર્ક દિવસ માટે જ થશે.