ભુવનેશ્વર કુમારનો કમાલ: ટી-20 મેચમાં 4 ઓવરમાં માત્ર 4 રન જ આપ્યા
ભુવનેશ્વર કુમાર હાલમાં ઉત્તર પ્રદેશ T20 લીગમાં રમી રહ્યો છે. લખનૌ ફાલ્કન્સ તરફથી રમી રહેલા ભુવનેશ્વરે 6

ભુવનેશ્વર કુમાર હાલમાં ઉત્તર પ્રદેશ T20 લીગમાં રમી રહ્યો છે. લખનૌ ફાલ્કન્સ તરફથી રમી રહેલા ભુવનેશ્વરે 6 સપ્ટેમ્બરેના રોજ કાશી રુદ્રરાજ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ મેચમાં ચાર ઓવરમાં માત્ર ચાર રન જ આપ્યા હતા. તેમજ એક મેડન ઓવર પણ નાખી હતી.
ભુવનેશ્વરની શાનદાર બોલિંગનો ફાયદો તેના સાથી બોલર અભિનંદન અને કિશન કુમાર સિંહને થયો હતો. બંનેએ ત્રણ-ત્રણ વિકેટો ઝડપવામાં સફળ રહ્યા હતા. અભિનંદને 31 રન જ્યારે કિશને માત્ર 11 રન આપીને બેટરને પવેલિયન ભેગા કર્યા હતા. ત્રણ બેટર રન આઉટ થયા હતા. સમર્થ સિંહના 55 રન અને વિપરાજ નિગમના 26 રનના આધારે લખનૌએ 13.5 ઓવરમાં જ લક્ષ્ય હાંસિલ કરી લીધું હતું. લખનૌ તરફથી એકમાત્ર વિકેટ પાર્થ પાલાવતના રૂપમાં પડી હતી.
હાલમાં ભુવનેશ્વર કુમાર ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર છે. તેણે છેલ્લે નવેમ્બર 2022માં T20 વર્લ્ડકપની સેમિ ફાઈનલ મેચમાં ભારત માટે રમ્યો હતો. જો કે ભુવનેશ્વરની T20 કારકિર્દીમાં શાનદાર રેકોર્ડ બનાવ્યા છે. તેણે 7.30ની ઈકોનોમી સાથે T20 ફોર્મેટમાં 299 વિકેટ ઝડપી હતી. T20 ફોર્મેટમાં 250 વિકેટ ઝડપનાર તમામ બોલરોમાં ભુવનેશ્વર પાંચમો સૌથી ઈકોનોમિકલ બોલર છે.






