IND vs AUS / ભારત સામેની છેલ્લી બે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં થયા ફેરફાર, આ ખેલાડીઓને મળી તક
ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની બાકીની બે ટેસ્ટ માટે ટીમમાં ફેરફાર કર્યા છે. પહેલો ફેરફાર ટીમની ઓપનિંગ જોડીમ

ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની બાકીની બે ટેસ્ટ માટે ટીમમાં ફેરફાર કર્યા છે. પહેલો ફેરફાર ટીમની ઓપનિંગ જોડીમાં થયો છે. બીજો ફેરફાર બોલિંગમાં જોવા મળ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી બે ટેસ્ટ મેલબર્ન અને સિડનીમાં રમાવાની છે. બોક્સિંગ ડે ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબર્નમાં યોજાશે. જ્યારે નવા વર્ષની ટેસ્ટ મેચ સિડનીમાં રમાશે. બંને દેશો વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ હાલમાં 1-1થી બરાબર છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ભારતે જીતી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટ જીતી હતી. બંને ટીમો વચ્ચે બ્રિસ્બેનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ અનિર્ણિત રહી હતી.
આ પણ વાંચો: ભારતીય ટીમ WTC ફાઇનલમાં કેવી રીતે પહોંચશે? અહી જાણો આ છેલ્લી 2 મેચનું સંપૂર્ણ સમીકરણ
હેઝલવુડ આઉટ, રિચર્ડસન ઈન
ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેડલવુડ ટેસ્ટ સિરીઝની છેલ્લી બે મેચમાંથી બહાર થઈ ગયો છે. ઈજાના કારણે તે બાકીની બે મેચ નહીં રમી શકે. હેઝલવુડને બ્રિસબેનમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન ઈજા થઈ હતી. ઓસ્ટ્રેલિયન ટીમમાં હેઝલવુડની જગ્યાએ ઝાય રિચર્ડસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાઈટ આર્મ ફાસ્ટ બોલર રિચર્ડસનને અત્યાર સુધી માત્ર 3 ટેસ્ટ રમવાનો અનુભવ છે. શ્રીલંકા અને ઈંગ્લેન્ડ જેવી ટીમો સામે રમાયેલી તે 3 ટેસ્ટમાં રિચર્ડસને કુલ 11 વિકેટ પોતાના નામે કરી છે.
મેકસ્વીનીની જગ્યાએ સેમ કોન્સટાસની એન્ટ્રી
ફાસ્ટ બોલિંગમાં આ ફેરફાર સિવાય ટીમમાં બીજો ફેરફાર ઓપનિંગ જોડીમાં જોવા મળ્યો છે. મેલબર્નમાં યોજાનારી બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડી બદલાઈ જશે. નાથન મેકસ્વીની એમસીજીમાં ઉસ્માન ખ્વાજા સાથે ઈનિંગ્સની શરૂઆત કરતો જોવા નહીં મળે. ઓસ્ટ્રેલિયન ટીમના પસંદગીકારોએ છેલ્લી બે ટેસ્ટ માટે મેકસ્વીનીના સ્થાને સેમ કોન્સટાસને અજમાવવાનો નિર્ણય કર્યો છે. સેમ કોન્સટાસને આ તક ભારત સામેની પ્રેક્ટિસ મેચમાં તેના સારા પ્રદર્શનના કારણે મળી હતી.
ભારત સામેની છેલ્લી 2 ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, શોન એબોટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, સેમ કોન્સટાસ, ઝાય રિચર્ડસન, જોશ ઈંગ્લિશ, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિચેલ માર્શ, મિચેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર.






