મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટીમ ઇન્ડિયાના આ ખેલાડીના કર્યા વખાણ, પર્થ ટેસ્ટ પહેલા કહ્યું- તે સ્વિંગમાં માહેર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો આરંભ થશે. આ પહેલા યજમાની ટીમના કેપ્ટન પે

ઓસ્ટ્રેલિયાના કેપ્ટને ટીમ ઇન્ડિયાના આ ખેલાડીના કર્યા વખાણ, પર્થ ટેસ્ટ પહેલા કહ્યું- તે સ્વિંગમાં માહેર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો આરંભ થશે. આ પહેલા યજમાની ટીમના કેપ્ટન પેટ કમિન્સે ભારતીય ટીમના યુવા ખેલાડી નીતીશ કુમાર રેડ્ડીની પ્રશંસા કરી હતી. 

પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચ પહેલા  ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. જેમાં જણાવ્યું કે, ભારત વિરુદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જોરદાર થવાની છે. આ દરમિયાન તેણે માન્યું કે BGTમાં અમારી ટીમ પર વધુ પ્રેશર છે. 

આ ઉપરાંત તેણે આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદમાં પોતાના સાથી ખેલાડી નીતીશ રેડ્ડી વિશે કહ્યું, 'તે ખૂબ પ્રતિભાશાળી ખેલાડી છે. સનરાઈઝર્સ માટે વધુ બોલિંગ કરી નથી, પરંતુ તે બોલને સ્વિંગ કરાવવામાં માહેર છે.'

પર્થ ટેસ્ટમાં ભારતની સંભવિત પ્લેઈગ ઈલેન

યશસ્વી જયસ્વાલ, કે.એલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટ કીપર), દેવદત પડ્ડિકલ, સરફરાઝ ખાન, નીતિશ કુમાર રેડ્ડી, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, જસપ્રિત બુમરાહ (કેપ્ટન).

પાંચ ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ

22-26 નવેમ્બર: પહેલી ટેસ્ટ, પર્થ

6-10 ડિસેમ્બર: બીજી ટેસ્ટ, એડિલેડ

14-18 ડિસેમ્બર: ત્રીજી ટેસ્ટ, બ્રિસ્બેન

26-30 ડિસેમ્બર: ચોથી ટેસ્ટ, મેલબોર્ન

03-07 જાન્યુઆરી: પાંચમી ટેસ્ટ, સિડની

આ સમાચાર શેર કરો