મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024: બેંગલુરુ-રાજસ્થાન વચ્ચે 9 વર્ષ પહેલા પણ રમાઈ હતી એલિમિનેટર મેચ, જાણો કેવું હતું પરિણામ

IPL 2024માં બુધવાર, 22 મેના રોજ અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ

IPL 2024: બેંગલુરુ-રાજસ્થાન વચ્ચે 9 વર્ષ પહેલા પણ રમાઈ હતી એલિમિનેટર મેચ, જાણો કેવું હતું પરિણામ

IPL 2024માં બુધવાર, 22 મેના રોજ અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ મેચમાં હારનારી ટીમ બહાર થઈ જશે. જ્યારે જીતનારી ટીમને ફાઈનલ તરફ આગળ જવાની તક મળશે. આવું પહેલીવાર નથી જ્યારે બેંગલુરુ અને રાજસ્થાન વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. બંને ટીમો વચ્ચે 9 વર્ષ પહેલા એટલે કે 2015 IPLમાં એલિમિનેટર મેચ રમાઈ ચૂકી છે. એ મેચમાં કઈ ટીમ વિજેતા બની હતી એ જાણવાની ઉત્સુકતા સૌને હશે.

જણાવી દઈએ કે, IPL 2015માં રમાયેલા એલિમિનેટરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સ સામે 71 રનથી જીત મેળવી હતી. બેંગલુરુને જીત અપાવવામાં એબી ડી વિલિયર્સે શાનદાર ઇનિંગ રમીને મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ સિવાય હર્ષલ પટેલ, ડેવિડ વિઝ, શ્રીનાથ અરવિંદ અને યુઝવેન્દ્ર ચહલે બોલિંગમાં કમાલ કરી ટીમને વિજય અપાવ્યો હતો.
 
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા બેંગલુરુએ 20 ઓવરમાં 4 વિકેટના ભોગે 180 રન બનાવ્યા હતા. જેમાં એબી ડી વિલિયર્સે 38 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 66 રનની ઇનિંગ રમીને રનઆઉટ થયો હતો. આ સિવાય મનદીપ સિંહે 34 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 54 રન બનાવ્યા હતા. આ દરમિયાન રાજસ્થાનના ધવલ કુલકર્ણીએ સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી.

રાજસ્થાન 19 ઓવરમાં 109 રનમાં ઓલઆઉટ

ત્યારબાદ 181 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ ટીમ 19 ઓવરમાં 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે ઓપનિંગ કરવા આવેલા અજિંક્ય રહાણેએ 39 બોલમાં 4 ફોરની મદદથી 42 રનની સૌથી મોટી ઇનિંગ રમી હતી. ટીમના કુલ 6 બેટ્સમેન ડબલ ફિગરે પણ ન પહોંચી શક્યા.  

રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર બોલિંગ પ્રદર્શન

RCBના બોલરોએ રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. ટીમ તરફથી હર્ષલ પટેલ, ડેવિડ વિઝ, શ્રીનાથ અરવિંદ અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય મિચેલ સ્ટાર્કને 1 સફળતા મળી હતી.

આ સમાચાર શેર કરો