Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Amol Muzumdar who made Indian Women's team world champion

Amol Muzumdar / તે ક્રિકેટર જેને ક્યારેય ન મળી ભારત માટે રમવાની તક, પરંતુ હવે ટીમ ઈન્ડિયાને બનાવી વર્લ્ડ ચેમ્પિયન

Timeછેલ્લું અપડેટ : 03 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Amol Muzumdar / તે ક્રિકેટર જેને ક્યારેય ન મળી ભારત માટે રમવાની તક, પરંતુ હવે ટીમ ઈન્ડિયાને બનાવી વર્લ્ડ ચેમ્પિયન
સોર્સ : GSTV

હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે પહેલીવાર વિશ્વ વિજેતા બનીને બે વખત ફાઈનલમાં પહોંચીને પણ અધૂરા રહેલા સપનાને પૂર્ણ કર્યું છે. આ જીતનો શ્રેય કેપ્ટન અને ટીમને તો જાય જ છે, પરંતુ તેની પટકથા કોચ અમોલ મજુમદારે લખી. કોચ અમોલ મજુમદાર પોતે ક્યારેય ભારત માટે નથી રમી શક્યા, પરંતુ તેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11 હજારથી વધુ રન બનાવી ચૂક્યા છે. તેમણે વિમેન્સ ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી દીધી છે.

App Store

હરમનપ્રીતે લીધા કોચ અમોલ મજુમદારના આશીર્વાદ

હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં ભારતીય વિમેન્સ ટીમે રવિવારે રાત્રે ઈતિહાસ રચ્યો. વિમેન્સ વર્લ્ડ કપની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 52 રને હરાવીને ટીમ પહેલીવાર વિશ્વ વિજેતા બની. જીતનો ઝંડો લહેરાવ્યા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌરે કોચ અમોલ મજુમદારના આશીર્વાદ લીધા. તેણે એ વ્યક્તિને પ્રણામ કર્યા, જેઓ પડદા પાછળ રહીને ટીમને ઘડી રહ્યા હતા.

ફર્સ્ટ ક્લાસમાં 11,167 રન છતાં તક ન મળી

અમોલ મજૂમદારે બે દાયકા સુધી ઘરેલું ક્રિકેટમાં બેટિંગનો જલવો દેખાડ્યો, જેમાં તેમના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11,167 રન નોંધાયેલા છે. તેઓ સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી જેવા દિગ્ગજો સાથે રમ્યા હતા.

અમોલ મજુમદાર 1994માં ભારતની અંડર-19 ટીમના વાઈસ કેપ્ટન અને ઈન્ડિયા-A માટે રાહુલ દ્રવિડ-સૌરવ ગાંગુલી સાથે પણ રમ્યા હતા. મુંબઈ માટે પોતાની રણજી ડેબ્યુ મેચમાં 260 રનની શાનદાર ઈનિંગ (જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ડેબ્યુ મેચમાં કોઈ ભારતીયનો સર્વોચ્ચ સ્કોર હતો) રમી હોવા છતાં, તેમને ક્યારેય ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવાની ન તક મળી.

તેના માટેનું એક સંભવિત કારણ એ હતું કે, તે સમયે ભારતનો મિડલ ઓર્ડર સચિન, દ્રવિડ, લક્ષ્મણ અને ગાંગુલી જેવા મહાન બેટ્સમેનોથી સજ્જ હતો. મજુમદારે 2014માં સંન્યાસ લીધો, જેનાથી તેમની 21 વર્ષની ક્રિકેટ કારકિર્દીનો અંત આવ્યો.

2 વર્ષમાં સપનું સાકાર કર્યું

BCCIએ અમોલ મજુમદારને ઓક્ટોબર 2023માં ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમના કોચ તરીકે નિયુક્ત કર્યા. બે વર્ષમાં તેમણે ટીમને ઘડી, તેમનામાં એ વિશ્વાસ પેદા કર્યો કે તેઓ ICC ખિતાબનો દુષ્કાળ સમાપ્ત કરી શકે છે. 2005 અને 2017માં જે ન થઈ શક્યું, તે 2025માં થઈ શકે છે.

11 નવેમ્બરના રોજ અમોલ મજૂમદાર પોતાનો 51મો જન્મદિવસ ઉજવશે. ભારતીય ટીમ તરફથી તેમના માટે વર્લ્ડ કપની ટ્રોફી કરતાં વધુ સારી ભેટ બીજી કોઈ ન હોઈ શકે.

હરમનપ્રીત કૌરની બ્રિગેડની ઐતિહાસિક સફળતા બાદ તેમણે કહ્યું, "મારી પાસે શબ્દો નથી. આ ખૂબ જ ગર્વની ક્ષણ છે. ટીમે સખત મહેનત અને વિશ્વાસથી દરેક ભારતીયને ગર્વની તક આપી છે. આ એક વોટરશેડ મોમેન્ટ છે."