IND vs NZ / ત્રીજી મેચમાં ટોસ જીતીને ભારતે પહેલા બોલિંગ પસંદ કરી, જાણો બંને ટીમોની પ્લેઈગ ઈલેવન

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી20 મેચ વેલિંગ્ટનમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા હાલમાં પાંચ મેચની સિરીઝમાં 2-0થી આગળ છે. ત્રીજી મેચમાં ભારતીય ટીમના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
આજે જીત મેળવ્યા પછી ભારત માટે સિરીઝ સુરક્ષિત થઈ જશે. જ્યારે ન્યુઝીલેન્ડ વાપસી પર નજર રાખી રહ્યું છે. યજમાન ટીમ જાણે છે કે જો તે આ મેચ હારી જશે, તો તે સિરીઝમાં વાપસી નહીં કરી શકે. આ મેચ તેની પાસે વાપસી કરવાની છેલ્લી તક છે અને તેથી આ ટીમ પહેલા કરતાં વધુ ખતરનાક બની શકે છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), વૈભવ સૂર્યવંશી, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ.
ન્યુઝીલેન્ડ: ફિન એલન, ટિમ સાઈફર્ટ (વિકેટકીપર), ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવન જેકોબ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), એડમ મિલ્ને, જેકબ ડફી, મેટ ફિશર, કાઈલ જેમીસન.






