Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Women's world cup winner team's captain Harmanpreet Kaur net worth

મુંબઈ અને પટિયાલામાં બંગલા...કરોડોની નેટવર્થ, જાણો ક્રિકેટ સિવાય બીજે ક્યાંથી કમાણી કરે છે હરમનપ્રીત કૌર

Timeછેલ્લું અપડેટ : 03 Nov 2025
લાઇવ ટીવીGoogle News
મુંબઈ અને પટિયાલામાં બંગલા...કરોડોની નેટવર્થ, જાણો ક્રિકેટ સિવાય બીજે ક્યાંથી કમાણી કરે છે હરમનપ્રીત કૌર
સોર્સ : GSTV

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે ICC વિમેન્સ વર્લ્ડ કપ ટ્રોફી કબજે કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં આ સિદ્ધિ હાંસલ કરી. તેણે માત્ર ટીમનું નેતૃત્વ જ નથી કર્યું, પરંતુ તેના બેટથી રન પણ બનાવ્યા છે. હરમનપ્રીત 36 વર્ષ અને 239 દિવસની ઉંમરે વિમેન્સ વર્લ્ડ કપ જીતનાર સૌથી મોટી ઉંમરની કેપ્ટન છે. ક્રિકેટ પિચ પર તેના કૌશલ્ય ઉપરાંત, હરમનપ્રીત કમાણીની દૃષ્ટિએ પણ આગળ છે.

App Store

મહિલા કેપ્ટન પાસે 25 કરોડની સંપત્તિ છે!

હરમનપ્રીત બ્રિગેડે ICC વિમેન્સ વર્લ્ડ કપની મુશ્કેલ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાની ટીમને 52 રનથી હરાવી. એક અહેવાલ મુજબ, હરમનપ્રીત કૌરની નેટવર્થની વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં તેની નેટવર્થ આશરે 25 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી થતી કમાણી તેમજ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ આવકનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે હરમનપ્રીત ભારતીય વિમેન્સ ટીમ સિવાય WPLમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન પણ છે.

BCCI તરફથી આટલી રકમ મળે છે

હરમનપ્રીત કૌર તેની બેટિંગથી રન બનાવવા માટે જાણીતી છે, વર્ષ 2017માં ઓસ્ટ્રેલિયા સામે તેની 171 રનની વિસ્ફોટક ઈનિંગ અવિસ્મરણીય છે. આ અનુભવી મહિલા બેટ્સમેન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે A-કેટેગરીનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. આ કોન્ટ્રકટ હેઠળ, હરમનપ્રીતને વાર્ષિક 50 લાખ રુઓઇયની મોટી રકમ મળે છે. જ્યારે મહિલા કેપ્ટનને એક ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે, આ સિવાય તેને એક ODI મેચ માટે 6 લાખ રૂપિયા અને એક T20I મેચ માટે 3 લાખ રૂપિયા મળે છે.

WPL દ્વારા કરોડો રૂપિયા કમાય છે

હરમનપ્રીત કૌર માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ દ્વારા જ નહીં પરંતુ અન્ય ફોર્મેટ દ્વારા પણ નોંધપાત્ર આવક મેળવે છે. અહેવાલો અનુસાર, વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન તરીકે હરમનપ્રીત કૌર પ્રતિ સીઝન 1.80 કરોડ રૂપિયાનો પગાર મેળવે છે. તે વિવિધ વિદેશી લીગમાં રમીને પણ નોંધપાત્ર આવક મેળવે છે. ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની કેપ્ટન પંજાબ પોલીસમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસનો હોદ્દો પણ ધરાવે છે, જેનો પગાર પણ તેની નેટવર્થમાં ફાળો આપે છે.

બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સમાંથી નોંધપાત્ર આવક

હરમનપ્રીત કૌર માત્ર ક્રિકેટ દ્વારા જ નહીં પરંતુ મોટી બ્રાન્ડ્સ સાથે એન્ડોર્સમેન્ટ્સ દ્વારા પણ કમાણી કરે છે. અહેવાલો અનુસાર, તેના દ્વારા દર વર્ષે તેની 40-50 લાખ રૂપિયા સુધીની કમાણી થાય છે. તેને એક કોમર્શિયલ શૂટ માટે 10-12 લાખ રૂપિયા મળે છે. તે જે બ્રાન્ડ્સની જાહેરાતમાં જોવા મળે છે તેમાં HDFC Life, ITC, Boost, CEAT, PUMA, TATA Safari, Asian Paints, Jaipur Rugs, The Omaxe State સહિત અન્ય નામો સામેલ છે.

મુંબઈ અને પટિયાલામાં વૈભવી ઘરો

ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર પાસે મુંબઈથી પટિયાલા સુધીની જગ્યાઓએ મિલકતછે. તે હાલમાં તેના પરિવાર સાથે પટિયાલામાં એક વૈભવી બંગલામાં રહે છે. તે મુંબઈમાં પણ એક વૈભવી ઘર ધરાવે છે, જે તેણે 2013માં ખરીદ્યું હતું. તેની કાર અને બાઈકના કલેક્શનની વાત કરીએ તો, તેની પાસે એક વિન્ટેજ જીપ અને અન્ય કાર છે. તે બાઈક લવર પણ છે, અને તેના કલેક્શનમાં હાર્લી-ડેવિડસન જેવી મોંઘી બાઈકનો સમાવેશ થાય છે.