Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Champion Indian Women's Cricket Team Prize Money

વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય મહિલા ટીમ પર પૈસાનો વરસાદ, BCCIની ICC કરતાં પણ વધારે પ્રાઇઝ મનીની જાહેરાત

Timeછેલ્લું અપડેટ : 03 Nov 2025
લાઇવ ટીવીGoogle News
વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય મહિલા ટીમ પર પૈસાનો વરસાદ, BCCIની ICC કરતાં પણ વધારે પ્રાઇઝ મનીની જાહેરાત
સોર્સ : GSTV

મહિલા વર્લ્ડકપ 2025માં ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવતા ભારતે પ્રથમ વખત ખિતાબ જીત્યો છે. ચેમ્પિયન બનવા પર ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો વરસાદ થયો છે.

App Store

ચેમ્પિયન બનનારી ભારતીય ટીમને કેટલી પ્રાઇઝ મની મળી

ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમ ICCની ઇનામી રકમના રૂપમાં પૈસાનો વરસાદ થયો છે. ICCએ મહિલા વન ડે વર્લ્ડકપ 2025ની વિજેતા ટીમ ઇન્ડિયાને 4.48 મિલિયન ડૉલર (લગભગ 40 કરોડ રૂપિયા) મળ્યા છે જ્યારે BCCIએ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાને 51 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

ભારતીય મહિલા ટીમને મેન્સ ટીમ કરતા પણ વધારે પૈસા મળ્યા છે. 2023માં રમાયેલા મેન્સ વન ડે વર્લ્ડકપની વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાને 33.31 કરોડ રૂપિયા મળ્યા હતા. રનર્સઅપ ભારતે 16.65 કરોડ રૂપિયા મળ્યા હતા. ભારતીય મહિલા ટીમને ઓસ્ટ્રેલિયન મેન્સ ટીમ કરતા પણ વધારે રકમ મળ્યા છે.

BCCIએ ICC કરતા વધુ ઈનામી રકમની જાહેરાત કરી

અહેવાલો અનુસાર, જ્યાં ICCએ વર્લ્ડ કપ વિજેતા ટીમ માટે 39.55 કરોડ રૂપિયા ઇનામી રકમ નક્કી કરી હતી, ત્યાં BCCIએ તેનાથી પણ મોટી રકમની જાહેરાત કરી છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમ, કોચ અને સપોર્ટ સ્ટાફ માટે 51 કરોડ રૂપિયા ઇનામની જાહેરાત કરી છે.

રનર્સઅપ દક્ષિણ આફ્રિકાને કેટલા રૂપિયા મળ્યા

રનર્સઅપ દક્ષિણ આફ્રિકાને પણ શાનદાર ઇનામ મળ્યું છે. લૉરા વોલવાર્ટની કેપ્ટન્સીમાં ફાઇનલ સુધી પહોંચેલી દક્ષિણ આફ્રિકાને 2.24 મિલિયન ડૉલર (લગભગ 20 કરોડ રૂપિયા)ની રકમ આપવામાં આવી છે. આ રકમ 2022ના વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડને મળેલી 600,000 ડૉલરથી લગભગ 273 ટકા વધારે છે.