મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL ટીમોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સાયબર એટેક, દિલ્હી કેપિટલ્સ બાદ આ ફ્રેન્ચાઈઝીનું ટ્વિટર હેન્ડલ થયું હેક

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની બે મોટી ફ્રેન્ચાઇઝીઓ માટે ગઈકાલનો દિવસ ખૂબ જ ચિંતાજનક હતો.

IPL ટીમોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સાયબર એટેક, દિલ્હી કેપિટલ્સ બાદ આ ફ્રેન્ચાઈઝીનું ટ્વિટર હેન્ડલ થયું હેક

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની બે મોટી ફ્રેન્ચાઇઝીઓ માટે ગઈકાલનો દિવસ ખૂબ જ ચિંતાજનક હતો. પહેલા દિલ્હી કેપિટલ્સ (DC) નું ટ્વિટર એકાઉન્ટ સાયબર એટેકનો શિકાર બન્યું અને તેના થોડા કલાકો બાદ રાજસ્થાન રોયલ્સ (RR) નું ટ્વિટર એકાઉન્ટ પણ હેક થઈ ગયું. બંને ટીમોના એકાઉન્ટમાંથી શંકાસ્પદ અને ભ્રામક ટ્વિટ કરવામાં આવી હતી.

રાજસ્થાન રોયલ્સ એકાઉન્ટ હેક

દિલ્હી કેપિટલ્સ એકાઉન્ટ હેક થયા પછી, રાજસ્થાન રોયલ્સના ઓફિશિયલર ટ્વિટર હેન્ડલ પરથી કેટલીક શંકાસ્પદ લિંક્સ પણ શેર કરવામાં આવી હતી, જે "રેડિયમ" નામના ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. આ એ જ લિંક હતી જે અગાઉ દિલ્હી કેપિટલ્સના એકાઉન્ટમાંથી પણ શેર કરવામાં આવી હતી. આ ઘટના બંને ફ્રેન્ચાઈઝી પર સમાન સાયબર એટેક તરફ ઈશારો કરે છે, જેમાં ફેન્સને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

રાજસ્થાન રોયલ્સના એકાઉન્ટમાંથી અન્ય એક શંકાસ્પદ ટ્વિટ પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત આગામી ટ્વિટની જાહેરાત કરવામાં આવી હતી. આ ટ્વિટએ તરત જ ફેન્સને એવું અનુમાન કરવા મજબૂર કર્યા કે ટીમનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર ચાહકોએ સમગ્ર મામલા પર ચિંતા વ્યક્ત કરી છે અને આશા છે કે IPL ફ્રેન્ચાઇઝી ટૂંક સમયમાં ફરીથી તેમના એકાઉન્ટ્સને સુરક્ષિત કરશે.

સાયબર સુરક્ષા પર પ્રશ્ન

દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સના એકાઉન્ટ હેક થવાને કારણે IPL ટીમોની સાયબર સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. આ ટીમોના તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર લાખો ફોલોવર્સ છે, તેથી હેકિંગ જેવી ઘટનાઓ માત્ર ટીમોની છબીને નુકસાન નથી પહોચાડતી પરંતુ ફેન્સના ડેટા માટે પણ ખતરો પેદા કરી શકે છે. હવે જોવાનું એ રહે છે કે ફ્રેન્ચાઈઝી આ પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે તેઓ શું પગલાં લે છે.

આ સમાચાર શેર કરો