મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

અફઘાનિસ્તાને સર્જ્યો મોટો અપસેટ, સાઉથ આફ્રિકા સામે સિરીઝ જીતી રચ્યો ઈતિહાસ

અફઘાનિસ્તાને ઈતિહાસ રચ્યો છે. તેણે પ્રથમ વખત સાઉથ આફ્રિકાને વનડે સિરીઝમાં હરાવ્યું છે. અફઘાનિસ્તાન અને

અફઘાનિસ્તાને સર્જ્યો મોટો અપસેટ, સાઉથ આફ્રિકા સામે સિરીઝ જીતી રચ્યો ઈતિહાસ

અફઘાનિસ્તાને ઈતિહાસ રચ્યો છે. તેણે પ્રથમ વખત સાઉથ આફ્રિકાને વનડે સિરીઝમાં હરાવ્યું છે. અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાઈ રહી છે. અફઘાનિસ્તાને આ સિરીઝની પ્રથમ બે મેચ જીતી લીધી છે. અફઘાનિસ્તાને બીજી વનડેમાં સાઉથ આફ્રિકાને ખરાબ રીતે હરાવ્યું હતું. ટીમે આ મેચ 177 રનથી જીતી હતી. ટીમ માટે રહેમાનુલ્લા ગુરબાઝે સદી ફટકારી હતી. જ્યારે રાશિદ ખાને 5 વિકેટ લીધી હતી.

અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં આવી હતી. આ દરમિયાન તેણે 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 311 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ગુરબાઝે સદી ફટકારી હતી. તેણે 110 બોલનો સામનો કરીને 105 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 10 ચોગ્ગાઅને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય રહમતે અડધી સદી ફટકારી હતી. તેણે 66 બોલમાં 50 રન બનાવ્યા હતા. જ્યારે અઝમતુલ્લાએ 50 બોલનો સામનો કરીને અણનમ 86 રન બનાવ્યા હતા. તેણે 5 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.

આફ્રિકન ટીમ 34.2 ઓવરમાં જ ઓલઆઉટ થઈ ગઈ

અફઘાનિસ્તાન દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો સામનો કરતી વખતે આફ્રિકન ટીમ 134 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાનો કોઈ ખેલાડી અડધી સદી પણ નહોતો ફટકારી શક્યો. સાઉથ આફ્રિકા તરફથી કેપ્ટન ટેમ્બા બાવુમાએ સૌથી વધુ 38 રન બનાવ્યા હતા. ટોની ડી જ્યોર્જી 31 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રીસ હેન્ડ્રીક્સ માત્ર 17 રન બનાવી શક્યો હતો. એડન માર્કરામ 21 રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે આખી ટીમ 34.2 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

રાશિદે 5 વિકેટ લીધી 

અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાન અને નાંગેલિયા ખરોટેએ ઘાતક બોલિંગ કરી હતી. રાશિદને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે 9 ઓવરમાં માત્ર 19 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. રાશિદે એક મેડન ઓવર પણ ફેંકી હતી. ખરોટેએ 6.2 ઓવરમાં 26 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. અઝમતુલ્લાને પણ એક સફળતા મળી હતી.

આ સમાચાર શેર કરો