અફઘાનિસ્તાને સેમીફાઇનલમાં પહોંચવા માટે ચીંટિગ કરી? ઓસ્ટ્રેલિયન ખેલાડીએ સવાલ ઉઠાવ્યા
અફઘાનિસ્તાને ICC T20 વર્લ્ડ કપ 2024ની છેલ્લી સુપર 8 મેચમાં બાંગ્લાદેશને હરાવીને ઈતિ

અફઘાનિસ્તાને ICC T20 વર્લ્ડ કપ 2024ની છેલ્લી સુપર 8 મેચમાં બાંગ્લાદેશને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. બાંગ્લાદેશ સામે 8 રને જીત મેળવીને અફઘાન ટીમ T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ જીત સાથે બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા હતા.
જો કે અફઘાનિસ્તાનની જીતને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર એડમ ઝમ્પાએ અફઘાન ટીમ પર બેઈમાનીનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે.
શા માટે અફઘાનિસ્તાન પર અપ્રમાણિકતાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે?
બાંગ્લાદેશની ઇનિંગ દરમિયાન 12મી ઓવરમાં અચાનક વરસાદ શરૂ થયો. આ દરમિયાન અફઘાનિસ્તાનના હેડ જોનાથન ટ્રોટે પોતાની ટીમના ખેલાડીઓને મેચ ધીમી કરવાનો સંકેત આપ્યો હતો. નૂર અહેમદ બોલિંગ કરી રહ્યો હતો અને તેણે ચાર બોલ ફેંક્યા હતા. પરંતુ તે પાંચમો બોલ ફેંકે તે પહેલા જ સ્લિપમાં ઉભેલા ગુલબદ્દીન નાયબ અચાનક નીચે પડી ગયો હતો અને તે પગ પકડીને બેસી ગયો. ગુલબદ્દીન નાયબ પર નાટક (ખોટી ઈજા) કરવાનો આરોપ છે.
ગુલબદ્દીન નાયબ પર નાટક (ખોટી ઈજા) કરવાનો આરોપ
એડમ ઝમ્પાનું માનવું છે કે તેણે આ બધું મેચ રોકવા માટે કર્યું હતું. જો કે કોમેન્ટ્રી કરી રહેલા સિમોન ડોલ પણ આના પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા હતા. ગુલબદ્દીન નીચે પડતાની સાથે જ અફઘાનિસ્તાનનો ફિઝિયો મેદાન પર આવ્યો અને પછી વરસાદને કારણે મેચ બંધ થઈ ગઈ. આ સમય સુધી બાંગ્લાદેશ ડકવર્થ લુઈસ નિયમ મુજબ પાછળ હતું.






