મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

થોડા દિવસ પહેલા પોતાના પગ પર ઉભા નહોતા રહી શકતા વિનોદ કાંબલી, જાણો હવે કેવી છે તબિયત

થોડા દિવસો પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર અને સચિન તેંડુલકરના ખાસ મિત્

થોડા દિવસ પહેલા પોતાના પગ પર ઉભા નહોતા રહી શકતા વિનોદ કાંબલી, જાણો હવે કેવી છે તબિયત

થોડા દિવસો પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર અને સચિન તેંડુલકરના ખાસ મિત્ર વિનોદ કાંબલીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે પોતાની રીતે ચાલી પણ શકતો ન હતો. હવે વિનોદ કાંબલીની નવી હેલ્થ અપડેટ સામે આવી છે. ચાલો જાણીએ હવે કેવી છે વિનોદ કાંબલીની તબિયત?

હવે એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં વિનોદ કાંબલી પોતે જ પોતાની હેલ્થ અપડેટ આપી રહ્યા છે. વીડિયોમાં કાંબલીએ જણાવ્યું કે, હવે તે ફિટ એન્ડ ફાઈન છે. વીડિયોમાં વિનોદ કાંબલી તેના સ્કૂલના મિત્ર રિકી કૌટો અને ફર્સ્ટ ક્લાસ અમ્પાયર માર્કસ કુટોને મળી રહ્યા છે. કાંબલીએ વીડિયોમાં કહ્યું, "હું ઠીક છું. ભગવાનની કૃપાથી હું જીવું છું. હું ફિટ અને ફાઇન છું." વધુ મજાકમાં તેણે કહ્યું, "હું ત્રીજા નંબર પર બેટિંગ કરવા માટે તૈયાર છું. હું સ્પિનરોને મેદાનની બહાર ફટકારીશ જેમ આપણે શિવાજી પાર્કમાં કરતા હતા."

કાંબલીનો આ વીડિયો તેના ફેન્સ માટે રાહતરૂપ છે. આ પહેલા સામે આવેલા વીડિયોમાં કાંબલી ચાલવા માટે સંપૂર્ણપણે લાચાર જોવા મળ્યો હતો. કેટલાક લોકોએ તેને ટેકો આપ્યો અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ગયા. કાંબલીનો આ વીડિયો ઘણો વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ લોકોએ સચિન તેંડુલકરને તેના મિત્ર વિનોદ કાંબલીની મદદ કરવા વિનંતી પણ કરી હતી.

1991થી 2000 સુધી ભારત માટે રમ્યા ક્રિકેટ 

ઉલ્લેખનીય છે કે, વિનોદ કાંબલી 1991થી 2000 સુધી ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેણે 17 ટેસ્ટ અને 104 વનડે રમી હતી. કાંબલીએ ટેસ્ટની 21 ઇનિંગ્સમાં 54.20ની એવરેજથી 1,084 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે ODIની 97 ઇનિંગ્સમાં 32.59ની એવરેજથી 2,477 રન બનાવ્યા છે.

આ સમાચાર શેર કરો