Champions Trophy 2025 / પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ એવોર્ડ જીતવાની રેસમાં છે 4 ભારતીય, ICCએ જાહેર કર્યા નામ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ આજે 9 માર્ચે દુબઈના મેદાન પર ભારત અને ન્યુઝી

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ આજે 9 માર્ચે દુબઈના મેદાન પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતીય ટીમના બોલરો અને બેટ્સમેન સારા ફોર્મમાં છે અને ભારતીય ટીમ વર્તમાન ટૂર્નામેન્ટમાં એક પણ મેચ નથી હારી. હવે ફાઈનલ મેચ પહેલા ICC એ જાહેર કરી દીધું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ એવોર્ડ જીતવાના દાવેદાર કોણ છે. આ માટે 10 ખેલાડીઓની યાદી બહાર પાડવામાં આવી છે. તેમાં ચાર ભારતીય ખેલાડીઓના નામ પણ સામેલ કરવામાં આવ્યા છે. આમાં રચિન રવિન્દ્ર, મેટ હેનરી, મિચેલ સેન્ટનર, કેન વિલિયમસન, ગ્લેન ફિલિપ્સ, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, વિરાટ કોહલી, મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર અને વરુણ ચક્રવર્તીના નામ શામેલ છે.
વિરાટ કોહલી
વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પાકિસ્તાન સામે 100* રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ ઉપરાંત, તેણે ઓસ્ટ્રેલિયા સામે મુશ્કેલ પરિસ્થિતિઓમાં 84 રન બનાવ્યા હતા. તેણે વર્તમાન ટૂર્નામેન્ટની ચાર મેચમાં 217 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે 7 કેચ પણ લીધા છે. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામેના સારા પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.
શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પૂરા આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરી છે. જ્યારે પણ ટીમ ઈન્ડિયા સંકટમાં ઘેરાયેલી જોવા મળી છે. ત્યારે તેણે ધીરજ રાખીને બેટિંગનું પ્રદર્શન કર્યું છે. તે વર્તમાન ભારતીય બેટિંગ ઓર્ડરમાં એક મહત્ત્વપૂર્ણ કડી છે. તેની ફિલ્ડિંગ પણ ઉત્તમ રહી છે. અત્યાર સુધીમાં તેણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ચાર મેચમાં કુલ 195 રન બનાવ્યા છે.
વરુણ ચક્રવર્તી
કેપ્ટન રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સામેની મેચમાં એક મોટો નિર્ણય લેતા વરુણ ચક્રવર્તીને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી હતી. આ મેચમાં વરુણ કોચ અને કેપ્ટનની અપેક્ષાઓ પર સંપૂર્ણપણે ખરા ઉતાર્યો હતો. તેણે ન્યુઝીલેન્ડ સામે 5 વિકેટ લીધી હતી. તે આ મેચમાં સૌથી મોટા હીરો તરીકે ઉભરી આવ્યો હતો. આ પછી, તેણે ઓસ્ટ્રેલિયા સામે પણ 2 ઉપયોગી વિકેટ લીધી.
મોહમ્મદ શમી
મોહમ્મદ શમીએ બાંગ્લાદેશ સામેની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં 5 વિકેટ લીધી હતી. આ પછી તેણે ઓસ્ટ્રેલિયા સામે 3 વિકેટ લીધી. તે વર્તમાન ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલરોમાં બીજા સ્થાને છે, તેણે 8 વિકેટ લીધી છે.








